Home International Us Army Not Trusting Trump Iran War Mission Secret

અમેરિકી સેનાને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નથી વિશ્વાસ! : સેનાએ મિશનની છુપાવી માહિતી

ટ્રમ્પથી છુપાવાઈ સૈન્ય માહિતી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 20, 2026, 07:24 AM IST

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, અમેરિકાની પોતાની સેના અને ટોચના અધિકારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મહત્વપૂર્ણ સૈન્ય ઓપરેશનની માહિતી આપવાનું ટાળ્યું હતું. આ દાવાએ વૈશ્વિક સ્તરે રાજકીય અને સુરક્ષા અંગે ચર્ચાઓ જગાવી છે.

ટ્રમ્પને કેમ ના અપાઈ મિશનની માહિતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં અમેરિકન ફાઈટર જેટને તોડી પાડવામાં આવ્યા બાદ એક હાઈ-રિસ્ક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ આ સમગ્ર ઓપરેશન દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દરેક પળની માહિતી આપવામાં ના આવી. ટ્રમ્પના ઉતાવળા સ્વભાવ અને તરત નિર્ણય લેવાની ટેવથી મિશન જોખમમાં પડી શકે તેવી ભીતિથી જાણીજોઈને ટ્રમ્પને માહિતી આપવમાં આવી ન હતી. રિપોર્ટ મુજબ, જ્યારે રેસ્ક્યુ મિશન ચાલી રહ્યું હતું ત્યારે ટોચના અધિકારીઓને દરેક અપડેટ મળતી હતી પરંતુ ટ્રમ્પને મર્યાદિત માહિતી જ આપવામાં આવી હતી.

રેસ્ક્યુ ઓપરેશન

ઘટના ત્યારે બની જ્યારે ઈરાનમાં અમેરિકાનું એક જેટ તોડી પાડવામાં આવ્યું. 2 એરમેન લાપતા થયા હતા. આ ઘટનાએ વ્હાઈટ હાઉસમાં હડકંપ મચ્યો હતો.

ટ્રમ્પે તરત જ બંને એરમેનને બચાવવા માટે આદેશ આપ્યો હતો પરંતુ મિશન અત્યંત જોખમી હતું કારણ કે ઈરાનના વિસ્તારમાં પ્રવેશ કરવો સરળ ન હતો. સેનાને પહેલાં જમીન પર પહોંચવાની અને સુરક્ષિત રીતે બહાર લાવવાની યોજના બનાવવી પડી હતી.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે સવાલ પૂછતા ભડક્યા ટ્રમ્પ! : મહિલા પત્રકારને કહ્યું – બહાર નીકળો! જાણો ભારત સાથે શું છે કનેકશન

એક એરમેનને વહેલા રેસ્ક્યુ કરી લેવાયો હતો જ્યારે બીજા ચેરમેન માટે લાંબું અને જોખમી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે બીજા એરમેનના સફળ રેસ્ક્યુ પછી પણ ટ્રમ્પને તરત જાણ કરવામાં આવી નહોતી.

વ્હાઈટ હાઉસમાં આંતરિક મતભેદ!

ટ્રમ્પ આ ઘટનાને લઈને પોતાના સહયોગીઓ પર ગુસ્સે થયા હતા. તેઓએ યુરોપિયન દેશો મદદ ન કરી રહ્યા હોવાની પણ ફરિયાદ કરી હતી. એક સમયે તેઓને વોર રૂમથી દૂર રાખવામાં આવ્યા હોવાનું પણ કહેવામાં આવે છે. આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે યુદ્ધ દરમિયાન નિર્ણય લેવાની પ્રક્રિયામાં એકતા અને વિશ્વાસનો અભાવ છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ VS કમલા હેરિસ : ઇઝરાઇલ-ઇરાન યુદ્ધે અમેરિકામાં છેડ્યું નવું 'રાજકીય મહાભારત'

આ ઘટના અમેરિકાની આંતરિક સત્તા અને નિર્ણય પ્રક્રિયામાં ચાલી રહેલા સંઘર્ષને દર્શાવે છે. જો સેનાને પોતાના કમાન્ડર-ઈન-ચીફ પર વિશ્વાસ ના હોય, તો તે ગંભીર સંકેત છે. અમેરિકાની અંદરની સ્થિતિ તેના સાથી દેશો પર પણ અસર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now