Home Automobile Upcoming Electric Cars India Tata Sierra Honda 0 Series

ભારતીય રસ્તાઓ પર દોડશે આ 10 નવી ઇલેક્ટ્રિક કાર! : Tata Sierra EV થી Honda 0 Series સુધીની આ ગાડીઓમાં શું છે ખાસ?

Electric Car
Published by: Aryan Shah
Last Updated: Apr 04, 2026, 09:42 AM IST

EV Cars : ભારતનું ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માર્કેટ વર્ષ 2026 માં એક નવા સ્તરે પહોંચવા માટે તૈયાર છે. આ વર્ષે ઓટોમોબાઈલ કંપનીઓ Hatchback, SUV અને MPV જેવા દરેક સેગમેન્ટમાં દમદાર ગાડીઓ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ગ્રાહકોને હવે માત્ર સારી રેન્જ જ નહીં, પણ મોડર્ન ટેકનોલોજી અને નવા પ્રીમિયમ ફીચર્સ પણ જોવા મળશે. Tata થી લઈને Honda સુધીની કંપનીઓ નવી EV લોન્ચ કરીને માર્કેટમાં ધમાકો કરવા તૈયાર છે, જાણો કઈ 10 ઇલેક્ટ્રિક કાર 2026 માં હેડલાઇન્સ બનશે.

Tata Sierra EV

ટાટાની આ સૌથી લોકપ્રિય Sierra નવા અવતારમાં પરત ફરી રહી છે. મે 2026 ની આસપાસ લોન્ચ થનારી આ SUV માં રેટ્રો અને મોડર્ન ડિઝાઇનનું કોમ્બિનેશન જોવા મળશે. આમાં ડ્યુઅલ મોટર અને ઓલ-વ્હીલ-ડ્રાઇવ જેવા ફીચર્સ હોઈ શકે છે, જે લાંબી સફર માટે શ્રેષ્ઠ સાબિત થશે.

Tata Tiago EV Facelift

સૌથી સસ્તી ઇલેક્ટ્રિક હેચબેક હવે નવા લુક સાથે આવશે. ટિયાગોના ફેસલિફ્ટ મોડલમાં નવી LED હેડલેમ્પ્સ અને મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન જેવા ફીચર્સ ઉમેરવામાં આવશે. આ કારમાં પંચ EV જેવી જ મોટી મોટી બેટરી મળવાની પણ શક્યતા છે, જે તેની રેન્જમાં વધારો કરશે.

VinFast MPV 7

વિયેતનામની કંપની વિનફાસ્ટ ભારતની પ્રથમ પ્રીમિયમ ફેમિલી ઇલેક્ટ્રિક MPV લોન્ચ કરવા જઈ રહી છે. એપ્રિલ 15 ના રોજ લોન્ચ થનારી આ કારમાં ત્રણ રોની બેઠક વ્યવસ્થા અને પ્રીમિયમ ઇન્ટિરિયર હશે, જે તેને લાંબા પ્રવાસ માટે અનુકૂળ બનાવશે.

Toyota Urban Cruiser Ebella

ટોયોટા પણ હવે ઇલેક્ટ્રિક ક્ષેત્રે મોટું ડગલું ભરવા જઈ રહી છે. Ebella મોડલ 543 કિમી સુધીની રેન્જ આપી શકે છે. આમાં વેન્ટિલેટેડ સીટ્સ અને પેનોરેમિક ગ્લાસ રૂફ જેવા લક્ઝરી ફીચર્સ જોવા મળશે.

Tata Avinya

Avinya એ ટાટાની ફ્યુચરિસ્ટિક એટલે કે ભવિષ્યની કાર છે. આ એક પ્રીમિયમ ક્રોસઓવર SUV હશે, જે 80kWh ની મોટી બેટરી પેક આપવામાં આવશે. Avinya ની ડિઝાઇન અને અંદરની જગ્યા તેને અન્ય કાર કરતાં ઘણી અલગ બનાવે છે.

આ પણ ખાસ વાંચો : Tata Sierra EVની લોન્ચ ડેટ કન્ફર્મ! : એપ્રિલ-જૂન 2026માં રસ્તા પર દોડશે નવી SUV, ટેસ્લાને આપશે ટક્કર; જાણો તેની ખાસિયતો


Kia Syros EV

Kia ની આ કાર બજેટ ફ્રેન્ડલી EV સાબિત થઈ શકે છે. તેની ડિઝાઇન બોક્સી અને મજબૂત હશે. આમાં 360-ડિગ્રી કેમેરા અને સનરૂફ જેવા ફીચર્સ હશે જે યુવાનોને આકર્ષશે.

VinFast VF3

શહેરમાં ફરવા માટે VinFast ની આ નાની પણ સ્માર્ટ કાર બેસ્ટ છે. આ કારમાં 215 કિમી સુધીની રેન્જ મળી શકે છે અને આ કારને પાર્કિંગમાં પાર્ક કરવી પણ સરળ રહેશે. ઓછી કિંમતે EV શોધતા લોકો માટે આ EV એક સારો ઓપ્શન બની શકે છે.

Honda 0 Alpha

હોન્ડા પણ પોતાની નવી જનરેશનની EV સાથે તૈયાર છે. આ કાર સોફ્ટવેર અને ટેકનોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. તેની સ્લીક ડિઝાઇન અને લાંબા અંતરની મુસાફરી કરવાની ક્ષમતા તેને ખાસ બનાવે છે.

VinFast Limo Green

આ ખાસ કરીને ટેક્સી અને ફ્લીટ માર્કેટ માટે બનાવવામાં આવી છે. ઓછો ખર્ચ અને વધુ જગ્યા તેની ખાસિયત છે, જે વ્યવસાયિક ઉપયોગ માટે તેને આદર્શ બનાવે છે.

Mahindra BE.07

મહિન્દ્રાની આ નવી EV સિરીઝની કાર હશે, જે 2027 ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. આ કાર પાવરફૂલ બેટરી અને હાઇ-ટેક ફીચર્સ સાથે મળશે, જે મહિન્દ્રાના ઇલેક્ટ્રિક સપનાને નવી ઊંચાઈ આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now