Home Automobile Tata Motors Upcoming Electric Cars 2026 Tiago Ev Avinya Sierra Ev

Tata Motorsનો માસ્ટરપ્લાન : વર્ષ 2026માં લોન્ચ થશે ત્રણ નવી પાવરફુલ ઈલેક્ટ્રિક કાર, જાણો શું હશે ખાસિયત

Tata Motorsનો માસ્ટરપ્લાન
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 06:30 PM IST

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ઓછી રનિંગ કોસ્ટ અને સરળ મેન્ટેનન્સના કારણે ગ્રાહકો હવે પેટ્રોલ-ડીઝલના બદલે EV ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આ રેસમાં Tata Motors હાલમાં 50%થી વધુ માર્કેટ શેર સાથે નંબર-1 પર બિરાજમાન છે. પોતાની આ પકડ વધુ મજબૂત કરવા માટે કંપની વર્ષ 2026 સુધીમાં ત્રણ શાનદાર ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

નવી અવતારમાં આવશે Tata Tiago EV Facelift

ટાટાની સૌથી સસ્તું ગણાતી Tiago EV હવે નવા લુક અને ફીચર્સ સાથે બજારમાં ધૂમ મચાવશે. ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી આ કારમાં નવી LED હેડલાઈટ્સ, સ્ટાઈલિશ DRLs અને નવું બમ્પર જોવા મળી શકે છે. આ ફેસલિફ્ટ મોડલમાં પ્રથમ વખત 360-degree કેમેરા અને સનરૂફ જેવી સુવિધાઓ મળવાની શક્યતા છે. આ સિવાય તેમાં Punch EV જેવી 30 kWhની મોટી બેટરી આપવામાં આવી શકે છે, જેનાથી તેની રેન્જમાં મોટો સુધારો જોવા મળશે.

લક્ઝરીનો અહેસાસ કરાવશે Tata Avinya

વર્ષ 2026ના અંત સુધીમાં ટાટા મોટર્સ પોતાનું પ્રીમિયમ સબ-બ્રાન્ડ Avinya રજૂ કરી શકે છે. આ કાર અત્યંત હાઈ-ટેક અને લક્ઝુરિયસ હશે. તેને Jaguar Land Rover (JLR)ના ખાસ EMA પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી રહી છે. તેનો સ્પોર્ટબેક લુક અને ફ્યુચરિસ્ટિક ડિઝાઈન તેને રસ્તા પર અન્ય ગાડીઓથી બિલકુલ અલગ પાડશે. આ ટાટાની અત્યાર સુધીની સૌથી મોંઘી અને એડવાન્સ ઈલેક્ટ્રિક કાર હોઈ શકે છે.

લોકોની ફેવરિટ Tata Sierra EVની એન્ટ્રી

ટાટાની મોસ્ટ અવેટેડ કારોમાં Sierra EVનું નામ મોખરે છે. કંપની એપ્રિલથી જૂન 2026 દરમિયાન આ કાર લોન્ચ કરી શકે તેવી શક્યતા છે. Sierra EVમાં બે કે ત્રણ બેટરી પેકના વિકલ્પો મળી શકે છે. આ કાર એકવાર ફૂલ ચાર્જ કરવા પર 450થી 500 કિલોમીટર કરતા પણ વધુની રેન્જ આપી શકે છે. ડિઝાઈનની વાત કરીએ તો તે ઘણીખરી તેના પેટ્રોલ-ડીઝલ વેરિઅન્ટ જેવી જ હશે, પરંતુ EV હોવાને કારણે તેમાં અમુક ખાસ કોસ્મેટિક ફેરફારો જોવા મળશે.

EV માર્કેટમાં ટાટાનો દબદબો

ટાટા મોટર્સ હાલમાં ભારતની સૌથી મોટી EV વેચતી કંપની છે. જાન્યુઆરી મહિનામાં પણ કંપનીએ રેકોર્ડબ્રેક વેચાણ નોંધાવ્યું હતું. હેટચબેકથી લઈને SUV સુધીના તમામ સેગમેન્ટમાં ટાટા પાસે મજબૂત પોર્ટફોલિયો છે. આગામી સમયમાં લોન્ચ થનારી આ ત્રણ નવી કારો ટાટાના આ વર્ચસ્વને વધુ મજબૂત બનાવશે તે નક્કી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now