Home National Up Jaunpur Woman Murder Bhavnagar Man Arrested

વોટ્સએપ ચેટના ઝઘડામાં ભાવનગરના યુવકે ગર્લફ્રેન્ડની કરી હત્યા : કળિયુગની પ્રેમકહાની વિશે જાણીને ઉઠી જશે પ્રેમ પરથી તમારો વિશ્વાસ

Bhavnagar youth arrested in UP woman murder case
Image Credit: Pinterest
Published by: Vaishnavi Pathak
Last Updated: Jul 06, 2026, 09:11 AM IST

UPમાં પરિણીત મહિલાની હત્યા, ભાવનગરના યુવકની ધરપકડ

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં પરિણીત મહિલાની હત્યાના કેસમાં પોલીસે ગુજરાતના ભાવનગર જિલ્લાના રહેવાસી 42 વર્ષીય હેમલ ખખરિયા ઉર્ફે દિલીપની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, વોટ્સએપ ચેટને લઈને બંને વચ્ચે થયેલા ઝઘડા બાદ આરોપીએ મહિલાની હત્યા કરી અને બાદમાં મૃતદેહના ટુકડા કરીને અલગ-અલગ સ્થળોએ ફેંકી દીધા હતા. પોલીસે આરોપીની પાસેથી ગુનામાં ઉપયોગ થયેલા હથિયારો, મહિલાનો મોબાઇલ અને મૃતદેહનો બાકીનો ભાગ પણ જપ્ત કર્યો છે. આરોપી સામે હત્યા, પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ, પોલીસ પર હુમલો અને ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

મોર્નિંગ વોક દરમિયાન ખુલ્યો સમગ્ર મામલો

પોલીસના જણાવ્યા મુજબ, જૌનપુરના રાણીપુર બાયપાસ નજીક સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોને ઝાડીઓમાં કાળી પોલિથીન જોવા મળી હતી. શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે પોલિથીનમાં મહિલાના શરીરનો એક ભાગ મળ્યો હતો. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં શરીરના અન્ય ભાગો પણ અલગ જગ્યાએ મળી આવ્યા હતા. આ ઘટનાના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યાનો દાવો

પોલીસના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે બાતમીના આધારે એક શંકાસ્પદ વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે. જવાબી કાર્યવાહીમાં તેના પગમાં ગોળી વાગતાં પોલીસે તેને ઝડપી લીધો. લીસનો દાવો છે કે પૂછપરછ દરમિયાન આરોપીએ મહિલાની હત્યા કરવાની કબૂલાત કરી હતી. તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ છરી, ધારિયું, પિસ્તોલ, કારતૂસ, બાઇક અને અન્ય પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

વોટ્સએપ ચેટને લઈને થયો હતો વિવાદ

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપીને શંકા હતી કે મહિલા અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હતી. આ મુદ્દે બંને વચ્ચે વોટ્સએપ ચેટને લઈને ઝઘડો થયો હતો. પોલીસે આરોપ લગાવ્યો છે કે ઝઘડો વધતાં આરોપીએ મહિલાની હત્યા કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ઘટના બાદ આરોપીએ મૃતદેહના ટુકડા કરીને અલગ-અલગ જગ્યાએ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો જેથી ઓળખ ન થઈ શકે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી આગાહી | ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનશે, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિની શક્યતા | Offbeat Stories

મહિલા પરિણીત અને 3 બાળકોની માતા હતી

પોલીસના જણાવ્યા મુજબ, મૃતક મહિલા વારાણસીની રહેવાસી હતી અને તે પરિણીત હતી. તેને 3 બાળકો છે. મહિલાના પતિ દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.

પોલીસ તપાસ ચાલુ

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપી સામે સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કેસ સાથે જોડાયેલા અન્ય પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now