Home Gujarat Unseasonal Rains In Maroli Navsari

નવસારીના મરોલીમાં કમોસમી કમઠાણ! : વાતાવરણમાં આવ્યો મોટો પલટો, ખેડૂતોની ચિંતા વધી

નવસારીના મરોલીમાં કમોસમી કમઠાણ!
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 07:02 AM IST

Gujarat Weather Update : નવસારી જિલ્લાના મરોલી પંથકમાં આજે અચાનક કમૌસમી વરસાદી ઝાપટું પડ્યું, જેના કારણે વિસ્તારમાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. ઠંડીની મોસમ વચ્ચે વરસેલા વરસાદે લોકોમાં ચિંતા ઉભી કરી છે.

મરોલી પંથકમાં કમોસમી વરસાદી

અચાનક પડેલા વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતાં. જેના લીધે વાહનચાલકો અને પદયાત્રીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને નવસારીથી સુરત અને સુરતથી નવસારી આવતા-જતા મુસાફરોને અવરજવર દરમિયાન અગવડતા પડી હતી.

ખેડૂતોની ચિંતા વધી

કમૌસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. કેરી, ચીકુ તેમજ અન્ય પાકોને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ પાકો તૈયાર થવાની પ્રક્રિયામાં હોવાથી અચાનક પડેલા વરસાદથી ઉત્પાદન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વાતાવરણમાં પલટો!

પાકોને થનારી સંભવિત નુકસાની ઉપરાંત વાતાવરણમાં ભેજ વધતા રોગચાળાની દહેશત પણ જોવા મળી રહી છે. ઠંડીના સમયમાં વરસાદ પડવાથી શરદી, તાવ સહિતના રોગો ફેલાવાની શક્યતા અંગે લોકો સતર્ક બન્યા છે. કમોસમી વરસાદી ઝાપટાંએ નવસારીના મરોલી વિસ્તારમાં સામાન્ય જનજીવનને અસર પહોંચાડી છે. હવામાનમાં વધુ ફેરફારની શક્યતા જોતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now