Home Education/Career Understanding Airplane Turbulence Science And Reasons

હવાઈ મુસાફરી દરમિયાન વિમાનમાં કેમ અનુભવાય છે આંચકા? : જાણો શું છે Turbulence પાછળનું વિજ્ઞાન

હવાઈ મુસાફરી દરમિયાન વિમાનમાં કેમ અનુભવાય છે આંચકા?
Published by: OBS Bureau
| Last Updated: Jan 30, 2026, 04:05 PM IST

વિમાનમાં મુસાફરી કરનારા લગભગ દરેક વ્યક્તિએ ક્યારેકને ક્યારેક હવામાં આંચકા એટલે કે Turbulenceનો અનુભવ કર્યો જ હશે. સામાન્ય રીતે લોકોના મનમાં એવો ડર હોય છે કે શું પ્લેન આકાશમાં કોઈ વસ્તુ સાથે અથડાયું હશે? પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વિમાન હવામાં કોઈ ઠોસ વસ્તુ સાથે નથી અથડાતું, પરંતુ કુદરતી વાતાવરણમાં થતા ફેરફારોને કારણે આ સ્થિતિ સર્જાય છે.

શું છે આ Turbulence?

જ્યારે હવાઈ જહાજની આસપાસ વહેતી હવાનો પ્રવાહ અચાનક ખોરવાય છે ત્યારે Turbulence ની સ્થિતિ પેદા થાય છે. પૃથ્વીના વાતાવરણમાં હવા સતત ઉપર-નીચે ગતિ કરતી હોય છે. જ્યારે વિમાન હવાની આ અનિયમિત લહેરોમાં પ્રવેશે છે, ત્યારે મુસાફરોને વિમાન ઉછળતું હોય તેવા ઝટકા લાગે છે.

મુખ્ય કારણો જે વિમાનને હચમચાવે છે

વિમાનમાં આંચકા આવવા પાછળ મુખ્યત્વે ત્રણ મોટા પરિબળો જવાબદાર હોય છે:

  • વાવાઝોડું અને વાદળો: જ્યારે વિમાન Cumulonimbus જેવા તોફાની વાદળોની વચ્ચેથી કે તેની નજીકથી પસાર થાય છે, ત્યારે વાદળોમાં રહેલા શક્તિશાળી Updrafts અને Downdrafts વિમાનને ઉપર કે નીચે તરફ ધકેલે છે. પાયલોટ હંમેશા આવા ખતરનાક વાદળોથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે.

  • Jet Streams ની અસર: ઊંચાઈ પર હવાની નદીઓ સમાન ગતિ ધરાવતા પ્રવાહો વહેતા હોય છે જેને Jet Streams કહેવાય છે. જ્યારે વિમાન તેજ ગતિ અને ધીમી ગતિની હવાના મિશ્રણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે, ત્યારે હવાની દિશા બદલાતા Friction સર્જાય છે અને પ્લેન હલે છે.

  • પહાડી વિસ્તારો: જ્યારે પવન પર્વતો સાથે અથડાય છે, ત્યારે તે ઉપરની તરફ ફેંકાય છે અને હવામાં લહેરો બનાવે છે. પહાડી વિસ્તારો ઉપરથી ઉડતા વિમાનમાં આ જ કારણે વધુ ઝટકા અનુભવાય છે.

ગભરાવાની જરૂર નથી, વિમાન છે સુરક્ષિત

ઘણા મુસાફરોને લાગે છે કે Turbulence થી વિમાનને નુકસાન થશે, પરંતુ આધુનિક વિમાનો આ પ્રકારના સામાન્ય આંચકાઓથી અનેકગણી વધુ શક્તિ સહન કરવા માટે જ Design કરવામાં આવ્યા હોય છે. પાયલોટને પણ આવી પરિસ્થિતિઓને સુરક્ષિત રીતે હેન્ડલ કરવા માટે ઉચ્ચ કક્ષાની Training આપવામાં આવે છે. તેથી, જ્યારે પાયલોટ 'સીટ બેલ્ટ' બાંધવાની સૂચના આપે, ત્યારે તેનું પાલન કરવું અનિવાર્ય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Military School Admission: શું સામાન્ય નાગરિકોના બાળકોને પણ મિલિટ્રી સ્કૂલમાં એડમિશન મળી શકે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને ફીનું માળખું

Military School Admission

Bank Job Alert: બેંકમાં સરકારી નોકરી જોઈએ છે? તો સુધારી લેજો તમારો ક્રેડિટ સ્કોર, IBPS અને PSU બેંકોએ નિયમો કર્યા કડક

Bank Job Alert

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!: 11 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર! જાણો અરજી વિશે સંપૂર્ણ માહિતી

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!

GSSSB MPHW Recruitment 2026: ગુજરાત આરોગ્ય વિભાગમાં તગડા પગાર સાથે 254 જગ્યાઓ માટે ભરતી, આ તરીખ સુધી કરી લેજો અરજી

GSSSB MPHW Recruitment 2026

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?: ક્યાં થાય છે તેનો વપરાશ?

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?