Home Education/Career Gujarat Government Job Gsssb Mphw Recruitment 2026

GSSSB MPHW Recruitment 2026 : ગુજરાત આરોગ્ય વિભાગમાં તગડા પગાર સાથે 254 જગ્યાઓ માટે ભરતી, આ તરીખ સુધી કરી લેજો અરજી

GSSSB MPHW Recruitment 2026
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 06:59 AM IST

GSSSB MPHW Recruitment 2026: શું તમે પર સરકારી નોકરીની આશા રાખીને બેઠાં છો? શું તમે પણ સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યાં છો? તો આ આર્ટિકલમાં આપેલી માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી નીવડી શકે છે. ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 અંતર્ગત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિત મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ગુજરાતમાં સરકારી નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક સામે આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), વર્ગ-3ની કુલ 254 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ 21 માર્ચ 2026 રાખવામાં આવી છે.

ભરતીની મુખ્ય વિગતોઃ

સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)

પોસ્ટનું નામ: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)

કુલ જગ્યાઓ: 254

અરજી મોડ: ઓનલાઈન

અંતિમ તારીખ: 21 માર્ચ 2026

અરજી વેબસાઈટ: https://ojas.gujarat.gov.in/

કેટેગરી મુજબ જગ્યાઓઃ

બિન અનામત: 106

આર્થિક રીતે નબળા વર્ગ (EWS): 25

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 68

અનુસૂચિત જાતિ (SC): 17

અનુસૂચિત જનજાતિ (ST): 38

કુલ: 254

શૈક્ષણિક લાયકાતઃ

ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક અથવા ડિપ્લોમા કોર્ષ અથવા

સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા અથવા

એક વર્ષનો સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટર કોર્ષ

વધુ માહિતી માટે અધિકૃત નોટિફિકેશન તપાસવું અનિવાર્ય છે.

વય મર્યાદાઃ

ન્યૂનતમ વય: 18 વર્ષ

મહત્તમ વય: 33 વર્ષ

અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.

પગાર ધોરણઃ

પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ સંતોષકારક સેવા પર સાતમા પગાર પંચ મુજબ ₹19,900 થી ₹63,200 (લેવલ-2) મુજબ નિયમિત નિમણૂક મળશે.

અરજી કરવાની પ્રક્રિયાઃ

ઉમેદવારે સૌપ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.

“Current Advertisements” વિભાગમાં જવું.

GSSSB ભરતી પસંદ કરવી.

સંબંધિત પોસ્ટ માટે “Apply Online” પર ક્લિક કરવું.

જરૂરી વિગતો ભરી અરજી સબમિટ કરવી.

અંતે અરજીની પ્રિન્ટ કાઢવી જરૂરી છે.

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અંતિમ તારીખ પહેલાં જ અરજી પૂર્ણ કરી દે અને તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરે. આ ભરતી આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે ઉત્તમ તક સાબિત થઈ શકે છે. સૌ કોઈની ઈચ્છા હોય છે કે તેમને સરકારી નોકરી મળે. નાનપણથી આપણે જોતા આવ્યાં છીએ કે જેને પણ સરકારી નોકરી મળે તેના પરિવાર અને સમાજમાં તેનું માન-સન્માન વધી જાય છે. આજે પણ ઘણાં પરિવારો પોતાની દિકરી માટે સરકારી નોકરી કરતો હોય તેવા છોકરાને શોધતા હોય છે. કારણકે, વર્ષોથી આપણાં ત્યાં એવી માન્યતા પ્રવર્તમાન છેકે, સરકારી નોકરી એટલે ભવિષ્ય સુરક્ષિત. સમાજમાં એવી પણ માન્યતા પ્રવર્તમાન છેકે, સરકારી નોકરીવાળાને ક્યારેય આર્થિક તંગીનો પ્રશ્ન નડતો નથી.

એટલું જ નહીં કોઈપણ સરકારી કર્મચારીને કોઈપણ બેંકમાંથી તરત લોન મળી શકે છે. કારણકે, બેંકોને પણ ખબર છેકે, જેની ગેરેન્ટર ખુદ સરકાર હોય તેના પૈસા ક્યાં જવાના છે. જોકે, સરકારી નોકરિયાત માટે ની આ માન્યતાઓ મહદઅંશે સાચી પણ છે. એજ કારણ છેકે, પ્રાઈવેટ સેક્ટરમાં હાઈ સેલેરી મળતો હોવા છતાં આજે પણ લોકોમાં સરકારી નોકરીનો ક્રેઝ યથાવત છે. કારણકે, ગર્વનમેન્ટ સેક્ટરમાં જોબ સિક્યોરિટીનું કોઈ ટેન્શન રહેતું નથી. આજની તણાવભરી જીવન શૈલીમાં એ સૌથી મહત્ત્વની બાબત બની રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now