Home Gujarat Two Youths Die On The Spot After Getting Electrocuted In Gondal

ગોંડલમાં વીજ કરંટ લાગતા બે યુવાનનું ઘટનાસ્થળે મોત : ફીડરના રિપેરિંગ કામ વખતે અચાનક વીજપ્રવાહ ચાલુ થતા મોત

ગોંડલમાં વીજ કરંટ લાગતા બે યુવાનનું ઘટનાસ્થળે મોત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 12:13 PM IST

ગોંડલના વોરા કોટડા રોડ પર સબજેલ નજીક બેદરકારીને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જેના કારણે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરનાર બે યુવાન કર્મચારીઓના મોત નીપજ્યા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને કર્મચારીઓ વીજ પોલ પર ચડી, નવી વીજ લાઈન નાખી રહ્યા હતા. દરમિયાન અચાનક વીજપ્રવાહ શરૂ થઈ જતાં કરંટ લાગતા બંને કર્મચારીઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.

આજે વહેલી સવારે ભગવાનસિંહ અને સૂરજકુમાર વીજપોલ પર ચડીને નવી વીજ લાઇન નાખવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે વીજ લાઇનમાં અચાનક વીજ પ્રવાહ શરૂ થવાથી બંને કર્મચારીઓને જોરદાર કરંટ લાગતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. થોડીવારમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now