Home Gujarat Two Rounds Of Firing Late At Night In Ahmedabad

અમદાવાદમાં મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ : ચાની કીટલીવાળાને પગમાં ગોળી મારી, પોલીસે તપાસ તેજ

અમદાવાદમાં મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2026, 09:36 AM IST

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગ અને હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ચાની કીટલી પર બેસવા બાબતે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ત્રણ શખ્સો ફરીથી કીટલી પાસે આવ્યા હતા. તેઓએ બેફામ ગાળો બોલી ચાની કીટલીવાળા મુદ્દસરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બે રાઉન્ડ ફાયરિંગ

આ દરમિયાન અરબાઝ નામના શખ્સે મુદ્દસર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી મુદ્દસરના જમણા પગમાં વાગી હતી, જ્યારે બીજી ગોળી ચાની કીટલી પર ચલાવવામાં આવી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી

અરબાઝના બે મિત્રો પણ તેની સાથે હતા અને તેમના હાથમાં છરીઓ હતી. તેમણે પણ દાદાગીરી કરતા સુપરવાઇઝર પર છરીના ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ લોકો ભેગા થતા અરબાઝ અને તેના બંને સાથીદાર સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. પગમાં ગોળી વાગવાથી ઇજાગ્રસ્ત થયેલા મુદ્દસરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ બનાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now