Home Gujarat Two People Arrested For Hunting Kunj Birds In Dwarka

દ્વારકામાં કુંજ પક્ષીનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા : માહિતીના આધારે વન વિભાગે રેડ પાડી, ગુનો નોંધી કરાયા જેલ હવાલે

દ્વારકામાં કુંજ પક્ષીનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2026, 01:03 PM IST

દ્વારકા જિલ્લામાં કુંજ પક્ષીઓના શિકારના મામલે મરીન નેશનલ પાર્ક, જામનગર વન વિભાગે સફળ કાર્યવાહી કરી છે. અનુસૂચિ–1 હેઠળ રક્ષિત કુંજ પક્ષીઓના શિકારની બાતમી વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીઓને મળી હતી કે આરોપીઓ શિકાર બાદ પોતાના ઘરે આવવાના છે. આ ચોક્કસ માહિતીના આધારે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓના ઘરે રેડ હાથ ધરી હતી.

પક્ષીઓના શિકારનાર બે ઝડપાયા

રેડ દરમિયાન આરોપી સિકંદર ભીખુ ઢોકી અને આસીફ ઇસ્માઇલ રાડિયાને પકડી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન શિકારમાં ઉપયોગમાં લેવાયેલ પતંગ, ઝાળ, પતંગ ઉડાડવાની દોરી તેમજ પતંગમાં બાંધવાની પુછડી સહિતનો મુદામાલ વન વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા બંને આરોપીઓને કાયદેસર કાર્યવાહી બાદ દ્વારકા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી અદાલતે તેમને જિલ્લા જેલ જામનગર ખાતે મોકલવાનો હુકમ કર્યો છે.

શિકાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોમાં ભારે ફફડાટ

આ કાર્યવાહી બાદ ઓખામંડળ–દ્વારકા તાલુકામાં શિકાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે રક્ષિત વન્યજીવો અને પક્ષીઓના શિકાર સામે કડક વલણ અપનાવવામાં આવશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર