Home International Two Helicopters Collide In Mid Air In New Jersey Us One Pilots Dead One In Critical Conditionhelicopter Burns To Ashes

હવામાં જોરદાર બ્લાસ્ટ સાથે અથડાયા બે હેલિકોપ્ટર : બે પાઇલટમાંથી 1નું મોત, 1ની હાલત ગંભીર; હેલિકોપ્ટર બળીને થયું ખાખ

હવામાં જોરદાર બ્લાસ્ટ સાથે અથડાયા બે હેલિકોપ્ટર
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2025, 03:44 AM IST

અમેરિકામાં ડિસેમ્બર મહિનામાં વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓનું સિલસિલો ચાલુ છે. માત્ર થોડા દિવસો પહેલા ઉત્તર કેરોલિનાના સ્ટેટ્સવિલે એરપોર્ટ પર સેસ્ના C550 બિઝનેસ જેટ ક્રેશ થયું હતું, જેમાં પૂર્વ NASCAR ડ્રાઇવર ગ્રેગ બિફલ સહિત તેમના પરિવાર અને અન્ય મળીને 7 લોકોના મોત થયા હતા. વિમાન ટેકઓફ બાદ થોડી મિનિટોમાં જ બેઝ પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના બની હતી. જે બાદ હવે ન્યૂ જર્સીમાં બે હેલિકોપ્ટરની હવામાં જબરદસ્ત ટક્કર થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક પાઇલટનું મોત થયું છે અને બીજા ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, આ મિડ-એર કોલિઝન હેમન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ ઉપર થઈ હતી. સામેલ હેલિકોપ્ટર્સ એનસ્ટ્રોમ F-28A અને એનસ્ટ્રોમ 280C મોડલના હતા. બંને હેલિકોપ્ટરમાં માત્ર પાઇલટ્સ જ સવાર હતા. હેમન્ટન પોલીસના જણાવ્યાનુસાર, સવારે લગભગ 11:25 વાગ્યે દુર્ઘટનાની જાણ થઈ હતી. ટક્કર બાદ બંને હેલિકોપ્ટર જમીન પર પડ્યા હતા, જેમાંથી એકમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

ભયાનક દૃશ્ય

મહત્વનું છે કે, હેમન્ટન ન્યૂ જર્સીના દક્ષિણ ભાગમાં આવેલું લગભગ 15,000 વસ્તીવાળું કસબું છે, જે ફિલાડેલ્ફિયાથી લગભગ 56 કિલોમીટર દૂર છે. ત્યારે ઘટના સ્ખ આવેલા વીડિયોમાં એક હેલિકોપ્ટર ઝડપથી ગોળ-ગોળ ફરતું જમીન તરફ પડતું દેખાય છે. સ્થાનિક નિવાસીઓએ જોરદાર અવાજ સાંભળ્યો અને બંને હેલિકોપ્ટરને બેકાબૂ થઈને પડતા જોવા મળી રહ્યા છે.

તપાસની વિગતો

મળતી માહિતી અનુસાર, હાલ FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) આ અકસ્માતની તપાસ કરી રહ્યા છે. પૂર્વ તપાસકર્તા એલન ડીલના મતે, પ્રારંભિક તપાસમાં બંને પાઇલટ્સ વચ્ચે સંચાર થયો હતો કે નહીં અને તેઓ એકબીજાને જોઈ શક્યા હતા કે નહીં, તે તપાસાશે. પોલીસ ચીફ કેવિન ફ્રીલે જણાવ્યાનુસાર, બંને હેલિકોપ્ટર નજીકથી ઉડી રહ્યા હતા, જેના કારણે આ ટક્કર થઈ હોઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now