Home International Two Elderly People Died Of Corona In Delhi

દિલ્હીમાં કોરોનાથી 2ના મોત! : કોવિડે અત્યાર સુધીમાં 21 લોકોના લીધા ભોગ, સાવચેતી એજ સલામતી

દિલ્હીમાં કોરોનાથી 2ના મોત!
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 01:12 PM IST

દિલ્હીમાં કોરોનાએ તેજ રફ્તાર પકડી હોય તેમ જણાઈ રહ્યું છે. કોરોના કારણે 2 લોકોના મોત થયા છે, અત્રે જણાવીએ કે, જે બંને દર્દીઓ પહેલાથી જ અન્ય બીમારીને લઈ હોસ્પિટલમાં દાખલ હતા તે દરમિયાન કોરોના થયો હતો.
આરોગ્ય મંત્રાલય શું કહ્યું ?
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શનિવારે દિલ્હીમાં એક 73 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. તે પહેલાથી જ મેટાસ્ટેટિક ફેફસાના કાર્સિનોમા, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, બી/એલ ન્યુમોનિયા, હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હતા. જ્યારે બીજો દર્દી 76 વર્ષીય વ્યક્તિ હતો, તેને પણ પહેલાથી જ સેપ્ટિસેમિયા સાથે સેપ્ટિસેમિયા, મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ, ગંભીર ન્યુમોનિયા, ડીએમ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ હતો. સારવાર દરમિયાન બંનેને કોરોના ચેપ લાગ્યો અને બંનેની સ્થિતિ ગંભીર બનતા તેમનું મૃત્યુ થયું છે.
અત્યાર સુધી દિલ્હીમાં કોરોનાથી 21ના મોત થયા
પાપ્ત વિગતો મુજબ દિલ્હીમાં પોઝિટિવ કોરોના દર્દીઓની સંખ્યા 267 પર પહોંચી છે. જેમાં શનિવારે 44 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 1 જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં દિલ્હીમાં 3533 કોરોના દર્દીઓ સાજા થયા છે, જેમાં 59 દર્દીઓ શનિવારે સાજા થયા હતા. અત્યાર સુધીમાં દિલ્હીમાં કોરોનાને કારણે 21 દર્દીઓના મોત થયા છે. ડોક્ટરોનું કહેવું છે કે, કોરોના કેસો પણ વધી રહ્યાં છે અને દિલ્હીમાં કોરોના દર્દીઓ ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત