વાવ-થરાદ જિલ્લામાં આવેલા થરાદ તાલુકાના આજાવાડા ગામે એક દુખદ ઘટના બની છે. અહીં નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોએ જીવ ગુમાવ્યા છે. માહિતી મુજબ, બંને બાળક કેનાલમાં પાણી પીવા ગયા હતા ત્યારે અચાનક પગ લપસતા પાણીમાં પડી ગયા હતા.
બંને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા
ઘટના સમયે નજીકમાં કોઇ ન હોઈ, તેઓને તરત બચાવી શકાયું નહીં. પછીથી આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને બંને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા.
પરિવારમાં માતમ છવાયો
તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડવામાં આવ્યા છે. બંને નિર્દોષ બાળકોના મોતથી આખા ગામમાં શોક અને અરેરાટીનું માહોલ છવાઈ ગયો છે. તેમજ પરિવારમાં માતમ છવાયો છે.






