TVS's Adventure Bike Apache RTX 300: ભારતની પ્રખ્યાત ટુ-વ્હીલર કંપની, TVS Motor એ આખરે તેની પહેલી એડવેન્ચર બાઇક Apache RTX 300 લોન્ચ કરી છે. આ બાઇક ₹1.99 લાખ (એક્સ-શોરૂમ) ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે, આ મોડલ એડવેન્ચર અને કમ્ફર્ટ બંને સારું મળી રહે છે. જાણો તેના એન્જિન, ફીચર્સ અને પર્ફોર્મન્સ વિશેની માહિતી.
એન્જિન અને પર્ફોર્મન્સ
નવું TVS Apache RTX 300 કંપનીના નવા RT-XD4 એન્જિન પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ રેસ જેવા પર્ફોર્મન્સ અને લાંબી સવારી આરામનું સંતુલન આપે છે. આ બાઇક 299.1cc સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ DOHC એન્જિન આપવામાં આવ્યું છે જે 9000rpm પર 36PS પાવર અને 7000rpm પર 28.5Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ અને આસિસ્ટ-એન્ડ-સ્લિપર ક્લચ સાથે જોડાયેલું છે. નોંધનીય છે કે, રાઇડર્સ પાસે ચાર રાઇડ મોડ્સ છે: Urban, Rain, Tour અને Rally, જે તેમને રસ્તા અને હવામાન પરિસ્થિતિઓના આધારે બાઇકના પર્ફોર્મન્સને એડજસ્ટ કરી શકાય છે.
હેન્ડલિંગ અને સસ્પેન્શનનું સારું નિયંત્રણ
Apache RTX 300 માં સારું હેન્ડલિંગ માટે ઇન્વર્ટેડ કાર્ટ્રિજ ફોર્ક (આગળ) અને મોનો-ટ્યુબ ફ્લોટિંગ પિસ્ટન (પાછળ) સસ્પેન્શન છે. બાઇકનું લાઇટવેઇટ સ્ટીલ ટ્રેલીસ ફ્રેમ મજબૂતાઈ અને સંતુલન આપે છે. ઓછી સીટની ઊંચાઈ અને ઉત્તમ પાવર-ટુ-વેઇટ રેશિયો શહેરની શેરીઓથી લઈને પર્વતીય સુધીના તમામ રસ્તાઓ પર સરળ હેન્ડલિંગ આપે છે.
ડિઝાઇન
ડિઝાઇનની દ્રષ્ટિએ, Apache RTX 300 સંપૂર્ણપણે રેલીથી પ્રેરિત છે. તેમાં I-આકારની LED હેડલેમ્પ, LED ઇડીકેટર, મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક, ટ્રાન્સપેરેન્ટ વિન્ડ સ્ક્રીન છે. કંપનીએ તેને પાંચ રંગ વિકલ્પોમાં લોન્ચ કર્યું છે: Pearl White, Viper Green, Lighting Black, Metallic Blue અને Tarn Bronze. દરેક રંગમાં મેટ અને ગ્લોસી ટેક્સચરનું સંપૂર્ણ મિશ્રણ અને Apache રેડ સિગ્નેચર હાઇલાઇટ્સ તેને પ્રીમિયમ અને સ્પોર્ટી લુક આપે છે.
ફીચર્સ
ફીચર્સ ની વાત કરીએ તો, TVS એ આ બાઇક ને ટેકનોલોજી ના એક નવા સ્તર પર લઈ ગઈ છે. તેમાં ફુલ-કલર TFT ડિસ્પ્લે છે જે કોલ અને SMS એલર્ટ, GoPro કંટ્રોલ અને મેપ મિરરિંગ જેવા સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. સલામતી અને નિયંત્રણ માટે, બાઇક ટ્રેક્શન કંટ્રોલ (બે મોડ), ABS મોડ (Rally, Urban, Rain), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) અને ક્રુઝ કંટ્રોલ સાથે આવે છે. આ ફીચર્સ તેને તેના સેગમેન્ટ માં સૌથી અદ્યતન અને ફીચર્સથી ભરપૂર એડવેન્ચર બાઇક બનાવે છે.





















