Home Gujarat Tuition Class Teacher R Minor In Ankleshwar

અંકલેશ્વરમાં ટ્યુશન ક્લાસના શિક્ષકે સગીરા પર આચર્યું દુષ્કર્મ : સગીરા ગર્ભવતી બની, આરોપીને જેલ ભેગો કર્યો

અંકલેશ્વરમાં ટ્યુશન ક્લાસના શિક્ષકે સગીરા પર આચર્યું દુષ્કર્મ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 08:51 AM IST

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના એક ગામમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરતી ગંભીર ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક દ્વારા નાબાલિક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ગુરુ-શિષ્યનો સંબંધ લાજવાયો!

મળતી માહિતી મુજબ, આરોપી શિક્ષક દ્વારા પીડિતાને એક્સ્ટ્રા ક્લાસના બહાને દર રવિવારે બોલાવવામાં આવતી હતી અને આ દરમિયાન તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીનું નામ 63 વર્ષીય ધનંજયસિંહ રામઅવતાર સિંહ હોવાનું જાણવા મળ્યું છે, જે છેલ્લા ચાર વર્ષથી ગામમાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિતાની તબિયત અંગે તપાસ કરાતા તે 13 વર્ષ એક મહિનાની નાબાલિક હોવાનું તેમજ તેને દોઢ માસનું ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. આ ચોંકાવનારી હકીકત સામે આવતાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીની ધરપકડ

ફરિયાદના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ધનંજયસિંહ રામઅવતાર સિંહને ઝડપી લઈ જેલ ભેગો કર્યો છે. પોલીસે આ કેસમાં પોક્સો એક્ટ, દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, કેસની તમામ પાસાઓથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર