અમેરિકાએ ઘણા દેશોના ટેરિફમાં વધારો કર્યો છે. ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણયની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. ટ્રમ્પને ટેરિફ માટે વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. હવે એક પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે, ''ઘણા દેશો હવે અમેરિકાના ચોખા ખરીદવા તૈયાર નથી. જાપાને પણ અમેરિકાથી આયાત થતા ચોખાની માત્રા મર્યાદિત કરી દીધી છે. જેનાથી ટ્રમ્પ ખુશ નથી, જેથી તેણે જાપાનને આયાત પર ટેરિફ 30 થી 35 ટકા વધારવાની ચેતવણી આપી છે.
જાપાન વિવાદનું શું?
ગયા વર્ષથી ચોખાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. માહિતી અનુસાર, જાપાને તાજેતરમાં ખૂબ જ ઊંચા દરે અમેરિકન ચોખાની આયાત કરી હતી. જાપાને અમેરિકાથી ચોખાની ટેરિફ-મુક્ત આયાત વાર્ષિક 100,000 મેટ્રિક ટન સુધી મર્યાદિત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જો આયાત મર્યાદિત કરશે તો જ ટેરિફ વધારવાની ચેતવણી આપી છે.
અમેરિકાના જાપાન સાથે કોઈ કરાર થશે નહીં ?
3 એપ્રિલના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણા દેશો પર ભારે ટેરિફ લાદ્યા હતા. પરંતુ ઘણા દેશોના વિરોધ બાદ, ટ્રમ્પે 90 દિવસ માટે ટેરિફ ઘટાડીને 10% કરી દીધા. આ 90 દિવસની મર્યાદા 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે. ટ્રમ્પે હવે જાપાન પર ટેરિફ વધારવાની ચેતવણી આપી છે. ટ્રમ્પને શંકા છે કે જાપાન સાથે કોઈ કરાર થશે નહીં.
ટ્રમ્પે જાપાન સાથે વેપારની અપેક્ષા રાખતા નથી?
ટ્રમ્પે જાપાનના અમેરિકન ચોખા આયાત કરવાના નિર્ણયની ટીકા કરતાકહ્યું કે, "મને ખાતરી નથી કે અમે કોઈ વ્યવસાય કરીશું" જાપાન વિશે શંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ''તેઓ ખૂબ જ કડક'' છે.






