Home National-International Trumps Nobel Wish Fulfilled Venezuelan Leader Maria Corina Machado Donates Her Peace Prize Medal

ટ્રમ્પની લાંબા સમયની ઈચ્છા પૂરી થઈ : વેનેઝુએલાના નેતાએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો

ટ્રમ્પની લાંબા સમયની ઈચ્છા પૂરી થઈ
Published by: Offbeat Team
| Last Updated: Jan 16, 2026, 05:37 AM IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની લાંબા સમયની ઈચ્છા આખરે એક અનોખા અને ઐતિહાસિક રીતે પૂરી થઈ છે. વેનેઝુએલાના વિપક્ષી નેતા અને નોબેલ વિજેતા મારિયા કોરિના મચાડોએ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન પોતાનો નોબેલ મેડલ તેમને ભેટ કર્યો છે. આ ઘટના માત્ર વ્યક્તિગત સન્માનની વાત નથી, પરંતુ તે વેનેઝુએલાના લોકતાંત્રિક સંઘર્ષ અને અમેરિકા-વેનેઝુએલા વચ્ચેના સંબંધોનું પ્રતીક બની છે. ટ્રમ્પ, જેઓ હંમેશા નોબેલ પુરસ્કારને લઈને તેમની નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે, તેમને આ ભેટ મળતાં જ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મુલાકાત વેનેઝુએલાના રાજકીય કટોકટીના પાર્શ્વભૂમિમાં થઈ છે, જ્યાં મચાડો તાનાશાહી વિરુદ્ધની લડાઈનું પ્રતીક છે.

મળતી માહિતી અનુસાર,નોબેલ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે, પુરસ્કારનું બિરુદ બદલાતું નથી, પરંતુ મેડલનું હસ્તાંતરણ એક વિશેષ પ્રતીકાત્મક કાર્ય છે. આ ઘટના 200 વર્ષ પહેલાંના ઐતિહાસિક સંબંધોને પણ યાદ કરાવે છે, જ્યારે અમેરિકાના સ્વતંત્રતા સંગ્રામના હીરો માર્ક્વિસ ડે લાફાયેટે વેનેઝુએલાના આઝાદીના નેતા સાયમન બોલિવરને મેડલ ભેટ કર્યો હતો. આજે, વેનેઝુએલાના લોકો તેમના સંઘર્ષમાં અમેરિકાના સમર્થનની આશા રાખે છે, અને આ ભેટ તેનું જીવંત પ્રમાણ છે.

વ્હાઇટ હાઉસમાં ઐતિહાસિક મુલાકાત: ટ્રમ્પ અને મચાડો વચ્ચેની પ્રથમ રૂબરૂ વાતચીત

ગુરુવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો સાથે મુલાકાત કરી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યા પછી આ તેમની કોઈપણ વેનેઝુએલાના નેતા સાથેની પ્રથમ રૂબરૂ મુલાકાત હતી. મુલાકાત પછી મચાડોએ જણાવ્યું કે તેમણે ટ્રમ્પને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કારનો મેડલ ભેટ કર્યો છે. તેમણે કહ્યું, 'મને લાગે છે કે આજે આપણે વેનેઝુએલાવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે.' બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં મચાડોએ આ વિશે વધુ વિગતો આપી, પરંતુ વ્હાઇટ હાઉસે ટ્રમ્પે મેડલ સ્વીકાર્યો કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહીં.

વ્હાઇટ હાઉસની બહાર સમર્થકોને મચાડોનો સંદેશ: ટ્રમ્પ પર વિશ્વાસ વ્યક્ત કર્યો

વ્હાઇટ હાઉસ છોડ્યા પછી મચાડોએ બહાર એકઠા થયેલા સમર્થકોને સ્પેનિશમાં કહ્યું, 'આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ભરોસો કરી શકીએ છીએ.' જોકે, ટ્રમ્પે અત્યાર સુધી મચાડોને વેનેઝુએલાના નવા નેતા તરીકે સમર્થન આપ્યું નથી. તેના બદલે તેઓ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે કામ કરી રહ્યા છે. આ મુલાકાત વેનેઝુએલાના રાજકીય પરિસ્થિતિને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

નોબેલ સમિતિની સ્પષ્ટતા: મેડલના માલિક બદલાઈ શકે, પરંતુ બિરુદ નહીં

ટ્રમ્પ હંમેશા નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા રહ્યા છે. જ્યારે તે મચાડોને મળ્યા ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરી. બીજી તરફ, નોબેલ સમિતિએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે નોબેલ પુરસ્કારની જાહેરાત થયા પછી તેને રદ કરી શકાતો નથી. ન તો તેને શેર કરી શકાય છે અને ન તો કોઈ અન્યને હસ્તાંતરિત કરી શકાય છે. આ નિર્ણય અંતિમ છે અને હંમેશા માટે માન્ય રહેશે. ગુરુવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી બેઠક પહેલાં, નોબેલ સંસ્થાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એક મેડલના માલિક બદલાઈ શકે છે, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાનું બિરુદ બદલી શકાતું નથી. ઓક્ટોબર 2025માં મચાડોને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ‘વેનેઝુએલાના લોકોના લોકતાંત્રિક અધિકારો માટેના તેમના સતત પ્રયાસો અને તાનાશાહીમાંથી લોકશાહી તરફ શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ પરિવર્તનની લડાઈ’ માટે આ સન્માન મળ્યું હતું.

ઐતિહાસિક ઉદાહરણ: લાફાયેટ અને બોલિવરના સંબંધોની યાદ

મચાડોએ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર આપતી વખતે 1825માં અમેરિકી સ્વતંત્રતા સંગ્રામના હીરો માર્ક્વિસ ડે લાફાયેટનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, '200 વર્ષ પહેલાં માર્ક્વિસ ડે લાફાયેટે જ્યોર્જ વોશિંગ્ટનની તસવીરવાળો મેડલ સાયમન બોલિવરને આપ્યો હતો, જે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે સ્વતંત્રતાની લડાઈમાં ભાઈચારાનું પ્રતીક હતો. હવે, બોલિવરના લોકોએ વોશિંગ્ટનના ઉત્તરાધિકારી (ટ્રમ્પ) ને નોબેલ મેડલ પાછો આપ્યો છે.' લાફાયેટે દક્ષિણ અમેરિકાના આઝાદીના નેતા સાયમન બોલિવરને એક ખાસ સોનાનો મેડલ મોકલ્યો. આ મેડલ પર અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનની તસવીર બનેલી હતી. આ ભેટ બંને દેશો વચ્ચે ભાઈચારા અને તાનાશાહી વિરુદ્ધની સહિયારી લડાઈનું પ્રતીક હતો. બોલિવરે આ મેડલને ખૂબ સન્માન આપ્યું અને તેને હંમેશા પહેરતા રહ્યા. વેનેઝુએલાના લોકો પોતાને બોલિવરના વંશજ માને છે.

ટ્રમ્પની પ્રતિક્રિયા: મચાડોને 'અદ્ભુત મહિલા' ગણાવી

ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને મારિયા કોરિના મચાડો સાથેની મુલાકાતને સન્માનજનક ગણાવી. તેમણે કહ્યું, 'મચાડો એક અદ્ભુત મહિલા છે જેમણે ઘણું સહન કર્યું છે. મારિયાએ મારા સારા કાર્યો માટે મને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર પ્રદાન કર્યો. આપણા બંને વચ્ચેનું આ પરસ્પર સન્માન કમાલનું છે.'

વેનેઝુએલાની ચૂંટણી પર કોઈ વાતચીત નહીં: વ્હાઇટ હાઉસનું નિવેદન

બેઠક પછીની પ્રેસ કોન્ફરન્સમાં વેનેઝુએલામાં સંભવિત ચૂંટણીઓ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે કે, નહીં તે અંગે પૂછવામાં આવતા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિના લેવિટે જણાવ્યું કે, મચાડો સાથે આ વિષય પર વાતચીત થઈ નથી. તેમણે કહ્યું કે, “મને ખાતરી નથી કે રાષ્ટ્રપતિ આ બેઠકમાં આવા કોઈ વિષય પર વાત કરી રહ્યા છે. મને નથી લાગતું કે તેમને મચાડો પાસેથી કંઈપણ સાંભળવાની જરૂર છે.” લેવિટે વધુમાં કહ્યું કે મને લાગે છે કે આ એક એવી બેઠક હતી જેના માટે રાષ્ટ્રપતિ તૈયાર હતા. મચાડોને વ્યક્તિગત રીતે મળવા અને વેનેઝુએલા પર વાત કરવા માટે. લેવિટે કહ્યું 'મચાડો વેનેઝુએલાના ઘણા લોકો માટે એક નોંધપાત્ર અને સાહસિક અવાજ છે.'

બંધ રૂમમાં મુલાકાત: મચાડોની સકારાત્મક પ્રતિક્રિયા

ટ્રમ્પ-મચાડોની મુલાકાત બંધ રૂમમાં થઈ. બેઠક પછી ટ્રમ્પે કોઈ નિવેદન બહાર પાડ્યું ન હતું, જેમ કે કોઈપણ મુલાકાત પછી કરવામાં આવે છે. જોકે, મચાડોએ તેમની વચ્ચે થયેલી વાતચીતને સકારાત્મક ગણાવી. તેમણે કહ્યું, "હું ટ્રમ્પની સ્પષ્ટતા, વેનેઝુએલાની પરિસ્થિતિ વિશેના તેમના જ્ઞાન અને વેનેઝુએલાના લોકોના દુઃખ પ્રત્યેની તેમની ચિંતાથી પ્રભાવિત થઈ હતી." તેમણે આગળ કહ્યું કે વેનેઝુએલા "એકજૂટ" છે.

નોબેલ સમારોહમાં પુત્રીની હાજરી: મચાડોનું ભાષણ અને પ્રતિબંધો

મારિયા કોરિના મચાડો નોબેલ શાંતિ પુરસ્કાર સમારોહમાં હાજર રહી શક્યા ન હતા. મારિયાની જગ્યાએ તેમની પુત્રી એના કોરિના સોસાએ નોર્વેના ઓસ્લોમાં આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. એનાએ સમારોહમાં તેમની માતાનું લખેલું ભાષણ પણ વાંચ્યું હતું. મચાડોએ તેમના લેખિત સંદેશમાં કહ્યું હતું કે, લોકશાહી અને આઝાદી બચાવવા માટે સંઘર્ષ જરૂરી છે. તેમણે કહ્યું કે આ પુરસ્કાર માત્ર વેનેઝુએલા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. મચાડો પર યાત્રા પ્રતિબંધ લાગુ હતો. તે એક વર્ષથી પણ વધુ સમયથી છુપાઈને રહી હતી, તેથી તે સમયસર ઓસ્લો પહોંચી શકી નહીં.

મચાડોની રાજકીય પાર્શ્વભૂમિ: 2024ની ચૂંટણી અને સાહસિક ક્ષણો

ઉલ્લેખનીય છે કે, મચાડો 2024ની ચૂંટણી પહેલા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા, પરંતુ વેનેઝુએલા સરકારે તેમની ઉમેદવારી રદ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે અન્ય પક્ષના પ્રતિનિધિ એડમન્ડો ગોન્ઝાલેઝ ઉર્રુટિયાને સમર્થન આપ્યું. તેને આંતરરાષ્ટ્રીય સમર્થન પણ મળ્યું. વેનેઝુએલામાં મચાડોના સમર્થક પક્ષને સ્પષ્ટ જીત મળી પરંતુ શાસને ચૂંટણી પરિણામ સ્વીકાર્યું નહીં અને સત્તા પર કબજો જાળવી રાખ્યો. મચાડો દુનિયામાં પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિનું ભાષણ બંધ કરાવી દીધું હતું. આ ઘટના 14 જાન્યુઆરી 2012ની છે. શાવેઝ સંસદમાં 9 કલાક 45 મિનિટનું ભાષણ આપી ચૂક્યા હતા. ત્યારે જ મચાડોએ બૂમો પાડતા તેમને ‘ચોર’ કહ્યા અને લોકોની જપ્ત કરાયેલી સંપત્તિ પાછી આપવા કહ્યું. તેના જવાબમાં શાવેઝે કહ્યું કે તેઓ ચર્ચા નહીં કરે કારણ કે તે તેના લાયક નથી. આ ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ અને મચાડોને એક સાહસી વિરોધ પક્ષના નેતા તરીકે સ્થાપિત કર્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો: મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભડકી! જાણો કેટલું નુકસાન

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ: હાઈવે પર પથ્થરમારો, પોલીસ વાહનોમાં તોડફોડ અને લાઠીચાર્જ; ગૌ-તસ્કરીના આરોપથી વાતાવરણ ગરમાયું

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ

હવામાન વિભાગની મોટી આગાહી: 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, ગુજરાતની શું છે આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં: બહેરીનના રાજા સાથે પીએમ મોદીની મહત્વપૂર્ણ ચર્ચા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ: કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu
Play Video