Xi Jinping : ચીનના રાજકારણ અને સૈન્ય ક્ષેત્રમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચીનની સરકારે એક ખૂબ જ મોટો નિર્ણય લઈને પોતાના જ દેશના 6 શક્તિાળી સૈન્ય અધિકારીઓ અને 2 મોટા રાજકીય નેતાઓને એકસાથે તેમના પદો પરથી દૂર કરી દીધા છે. આ આખી કાર્યવાહી શુક્રવારે કરવામાં આવી હતી અને ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સીમાં આ અંગેનો અહેવાલ આપ્યો છે. આ અચાનક લેવાયેલા નિર્ણય પાછળ રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હોવાનું માનવામાં આવે છે, પરંતુ કેટલાક નિષ્ણાતો તેને સૈન્ય બળવાના ડર સાથે પણ જોડીને જોઈ રહ્યા છે. આ ફેરફારોથી ચીનની સત્તાવાર વ્યવસ્થામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સર્વોચ્ચ સંસદનો મોટો નિર્ણય
ચીનની સર્વોચ્ચ કાયદા ઘડતી સંસ્થા એટલે કે નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC) ની સ્થાયી સમિતિ દ્વારા આ મહત્વપૂર્ણ નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે 6 લશ્કરી સાંસદો અને 2 અન્ય ટોચના નેતાઓના હોદ્દા તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવ્યા છે. ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસને સૌથી શક્તિશાળી સંસ્થા માનવામાં આવે છે, તેથી તેના દ્વારા લેવામાં આવતા કોઈપણ પગલાં ખૂબ જ ગંભીર હોય છે. જોકે, આ નોટિસમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આટલા મોટા નેતાઓ અને સેનાપતિઓને કયા કારણોસર હટાવવામાં આવ્યા છે, તેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ પણ ખાસ વાંચો : Venezuela Earthquake : અમેરિકા સહિત 24 દેશોની મદદ મળી
તપાસના દાયરામાં આવેલા મોટા નેતાઓ
જે બે મોટા રાજકીય નેતાઓને પદ પરથી હટાવવામાં આવ્યા છે, તેમાં ચીનના ભૂતપૂર્વ નાણાકીય નિયમનકાર વડા લી યુન્ઝે અને પોલિટબ્યુરો સભ્ય મા ઝિંગરુઈનો સમાવેશ થાય છે. આ બંને નેતાઓ ચીનની સરકારમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. અહેવાલો અનુસાર, મા ઝિંગરુઈ હાલમાં જ સરકારની કડક તપાસના દાયરામાં આવ્યા હતા. ચીનમાં જ્યારે પણ કોઈ મોટા નેતા કે અધિકારી પર ભ્રષ્ટાચાર અથવા પક્ષ પ્રત્યે વફાદારી ન રાખવાનો આરોપ લાગે છે, ત્યારે તેમની સામે આવી ગુપ્ત રીતે તપાસ કરવામાં આવે છે અને અચાનક જ તેમને પદ પરથી હટાવી દેવામાં આવે છે. લી યુન્ઝે અને મા ઝિંગરુઈ સાથે પણ આવું જ કંઈક થયું હોવાની આશંકા છે.
સંરક્ષણ મંત્રાલયનું રહસ્યમય મૌન
ચીન સરકારની આ મોટી કાર્યવાહી બાદ જ્યારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મીડિયા દ્વારા ચીનના સંરક્ષણ મંત્રાલયનો સંપર્ક કરવામાં આવ્યો અને આ બાબતે સત્તાવાર જવાબ માંગવામાં આવ્યો, ત્યારે ત્યાંથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. ચીનનું સંરક્ષણ મંત્રાલય આ સમગ્ર મામલે સંપૂર્ણ મૌન સેવી રહ્યું છે. એટલું જ નહીં, જે 6 લશ્કરી અધિકારીઓને પદ પરથી હટાવવામાં આવ્યા છે, તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. આ અધિકારીઓ હાલમાં ક્યાં છે અને કઈ પરિસ્થિતિમાં છે તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી, જે ચીનની સામ્યવાદી સરકારની રહસ્યમય કાર્યશૈલી દર્શાવે છે.
જિનપિંગનું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન
નિષ્ણાતોના મકે, આ હાલની કાર્યવાહી રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ચલાવવામાં આવી રહેલા 'ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન' નો જ એક ભાગ છે. શી જિનપિંગ જ્યારે વર્ષ 2012માં સત્તા પર આવ્યા ત્યારથી જ તેમણે સેના અને સરકારમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના નામે પોતાના વિરોધીઓ અને શંકાસ્પદ અધિકારીઓને હટાવવાનું શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં સેંકડો વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ, ટોચના સેનાપતિઓ અને મંત્રીઓની તપાસ કરવામાં આવી છે અને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. આ તાજી કાર્યવાહી આ કડીનું સૌથી નવું અને મોટું પગલું માનવામાં આવે છે.
આ પણ ખાસ વાંચો : સંકટમાં ભારતને ક્રૂડ આપનાર દેશમાં જ હાલ ઇંધણની તંગી : પેટ્રોલ પંપો પર લાગી લાંબી કતારો
કયા મોટા કમાન્ડરો પર પડી વીજળી?
દૂર કરાયેલા લશ્કરી અધિકારીઓમાં સૌથી મોટું નામ જનરલ ઝુ ઝુકિઆંગનું છે. તેઓ સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઇક્વિપમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના વડા હતા, જે ચીની સેના (PLA) માટે શસ્ત્રો અને આધુનિક સાધનો ખરીદવાનું અને તેનું પરીક્ષણ કરવાનું કામ સંભાળે છે. આ સિવાય ઝુ ઝુકિઆંગ વર્ષ 2022થી ચીનના માનવસહિત અવકાશ કાર્યક્રમના કમાન્ડર-ઇન-ચીફ પણ હતા. આ પદ ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. તેમના સિવાય વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પોલિટિકલ કમિશનર જનરલ લી ફેંગબિયાઓ અને પીએલએ એરફોર્સના પોલિટિકલ કમિશનર જનરલ ગુઓ પુક્સિયાઓને પણ પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.





