Home International Trump Nato Exit Warning Us Iran War Global Tensions

વૈશ્વિક રાજકારણમાં હલચલ : ટ્રમ્પ અમેરિકાને NATOથી અલગ કરી શકે છે, ગઠબંધનને ગણાવ્યું ‘કાગનો વાઘ’

Donald Trump NATO Iran War
Published by: Nirali Gohil
Last Updated: Apr 01, 2026, 11:40 AM IST

Donald Trump: વિશ્વ અત્યારે બીજા મહિનામાં પ્રવેશેલા ભયાનક યુદ્ધ અને બદલાતા રાજકીય સમીકરણોના સાક્ષી બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો (NATO) ગઠબંધનમાંથી બહાર નીકળવાની ગંભીર ચેતવણી આપીને પશ્ચિમી દેશોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ટ્રમ્પે NATO ને 'કાગનો વાઘ' ગણાવતા કહ્યું છે કે,જ્યારે અમેરિકાને સાથી દેશોની જરૂર હતી, ત્યારે કોઈ મદદ માટે આગળ આવ્યું નથી. બીજી તરફ, યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ મુજબ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્રને અંદાજે ₹18 લાખ કરોડનો ફટકો પડવાની ભીતિ છે. યુદ્ધની આ આગમાં હવે બ્રિટને પણ પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા અમેરિકાને ઝટકો આપ્યો છે.

ટ્રમ્પનો NATO પર પ્રહાર: "પુતિન પણ આવું જ માને છે"

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વિવાદાસ્પદ નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ NATO માંથી અમેરિકાનું સભ્યપદ પાછું ખેંચવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે:

  • અમેરિકા હંમેશા સાથી દેશો (જેમ કે યુક્રેન) માટે ઊભું રહ્યું છે, પરંતુ ઈરાન સામેના યુદ્ધમાં કોઈએ અમેરિકાનો સાથ આપ્યો નથી.

  • હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા માટે NATO દેશોએ પોતાના યુદ્ધ જહાજો મોકલવાનો ઇનકાર કરી દીધો છે.

  • ટ્રમ્પના મતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ માને છે કે NATO હવે પ્રભાવી રહ્યું નથી.

બ્રિટનનો સાફ ઇનકાર: "આ અમારી લડાઈ નથી"

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે, બ્રિટન ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં સીધી રીતે સામેલ થશે નહીં. તેમણે કહ્યું કે તેઓ દરેક નિર્ણય બ્રિટનના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લેશે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર શરૂ કરાવવા માટે બ્રિટન એક ગ્લોબલ સમિટનું આયોજન કરશે, પરંતુ લશ્કરી મદદ પૂરી પાડશે નહીં.

આ પણ વાંચો: શું વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે? : હોર્મુઝ તણાવથી સમુદ્રની નીચેની કેબલ્સ પર ખતરો, ભારત માટે મોટી ચેતવણી

યુદ્ધની અર્થતંત્ર પર માઠી અસર: ₹18 લાખ કરોડ સ્વાહા

UNDPDonald Trumpના અહેવાલ મુજબ, આ યુદ્ધને કારણે સમગ્ર મધ્ય પૂર્વની GDP માં 3.7% થી 6% સુધીનો ઘટાડો થઈ શકે છે. તેની મુખ્ય અસરો નીચે મુજબ છે:

  • તેલના ભાવ: ક્રૂડ ઓઈલ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું.

  • લોજિસ્ટિક્સ: હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર 70% જેટલી ઘટી ગઈ છે.

  • બેરોજગારી: આશરે 16 લાખથી 36 લાખ લોકોની નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો

ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો છે કે, ઈરાનનો પરમાણુ ખતરો ખતમ કરી દેવામાં આવ્યો છે અને આ યુદ્ધ આગામી 2-3 અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે. આ નિવેદન બાદ બજારમાં હકારાત્મક અસર જોવા મળી છે અને બ્રેન્ટ ક્રૂડની કિંમત 13% ઘટીને 100 ડોલર પ્રતિ બેરલ ની આસપાસ પહોંચી ગઈ છે, જેનાથી વૈશ્વિક શેરબજારોમાં તેજી આવી છે.

માનવીય સંકટ અને સ્થળાંતર

યુદ્ધની વિભીષિકા વચ્ચે દુબઈથી 1,200 થી વધુ ઈરાની નાગરિકો અફઘાનિસ્તાન અને આર્મેનિયાના રસ્તે પોતાના દેશ પરત ફર્યા છે. બીજી તરફ, ઇઝરાયલના લેબનાન પરના હુમલાઓ ચાલુ છે. બેરૂત પાસે થયેલા તાજા હુમલામાં 7 લોકોના મોત થયા છે અને અનેક રહેણાંક મકાનો જમીનદોસ્ત થયા છે.

બેકચેનલ ડિપ્લોમસી: CIA અને રશિયન એજન્સીઓ સંપર્કમાં

ભલે ઉપરછલ્લી રીતે તણાવ દેખાતો હોય, પરંતુ અંદરખાને રશિયન અને અમેરિકન ગુપ્તચર એજન્સીઓ (CIA) સતત સંપર્કમાં છે. રશિયાના ગુપ્તચર પ્રમુખે પુષ્ટિ કરી છે કે તેઓ અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છે, જેથી આ વૈશ્વિક સંકટને વધુ વકરતું અટકાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!