Home International Trump Meet Saudi Prince Locks The Billion Dollor Deal And Also Meet President Of Syria This Makes Israel Uncomfortable

શું ઇઝરાયેલથી અમેરિકાનો થયો મોહભંગ? : 84 કરોડના ઇનામી આતંકી સાથે મુલાકાત, સાઉદી સાથે 142 બિલિયન ડોલરનો વેપાર

શું ઇઝરાયેલથી અમેરિકાનો થયો મોહભંગ?
Published by: OBS Bureau
Last Updated: May 16, 2025, 03:55 PM IST

ટ્રમ્પના મિડલ ઇસ્ટ પ્રવાસની આખી દૂનિયામાં ચર્ચા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 15 મે 2025ના દિવસે રિયાધમાં સીરિયાના વચગાળાના નેતા અહેમદ અલ-શારાને મળ્યા, આ 25 વર્ષમાં કોઇ સીરિયા અને અમેરિકી રાષ્ટ્રપતિની પહેલી મુલકાત હતી. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની હાજરીમાં આ બેઠક ટ્રમ્પ દ્વારા સીરિયા પરના તમામ અમેરિકી પ્રતિબંધો હટાવવાની આશ્ચર્યજનક જાહેરાત પછી યોજાઈ હતી, જે વર્ષોના યુદ્ધ અને એકલતા પછી દેશને બેઠો કરવાના હેતુ તરીકે માનવામાં આવી રહી છે.. ટ્રમ્પે અલ-શારાની પ્રશંસા કરી, જે એક સમયે અબુ મોહમ્મદ અલ-જોલાની તરીકે ઓળખાતા હતા, અને આતંકવાદ સાથેના તેમના ભૂતકાળના સંબંધો હોવા છતાં તેમને "ખૂબ જ સક્ષમ" ગણાવ્યા.એટલું જ નહીં  ડિસેમ્બર 2024 સુધી તેમના માથા પર 10 મિલિયન ડોલરનું અમેરિકન ઇનામ પણ સામેલ હતું. ડિસેમ્બર 2024માં બશર અલ-અસદને ઉથલાવી પાડવા માટે ઇસ્લામિક જૂથ હયાત તહરિર અલ-શામનું નેતૃત્વ કરનાર અલ-શારાએ હાલ પોતાને અલ કાયદાથી દૂર રાખ્યા છે અને તેમની છબીને સુધારવાનો પ્રયાસ કર્યો છે. પ્રતિબંધોમાં રાહતથી દમાસ્કસમાં ઉજવણી થઈ છે. 
સાઉદી સાથે ટ્રમ્પનો 142 બિલિયન ડોલરનો સોદો:
મિડલ ઇસ્ટના પ્રવાસ દરમિયાન, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે 142 બિલિયન ડોલરના મહત્વપૂર્ણ શસ્ત્ર સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું, આ સોદા અંતર્ગત સાઉદી અમેરિકામાં 600 બિલિયન ડોલરનું તોતિંક રોકાણ કરશે. 14 મે, 2025ના રોજ જાહેર કરાયેલો આ કરાર અમેરિકાનો કોઇ મિડલઇસ્ટ દેશ સાથે સૌથી મોટો અને ઐતિહાસિક સંરક્ષણસોદો છે. પરંતુ આ સોદાએ ઇઝરાયલમાં ચિંતા ઉભી કરી છે. અગાઉ, યુ.એસ.એ સાઉદી અરેબિયા દ્વારા ઇઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવા પર આવા સોદાઓની શરત મૂકી હતી, જે પ્રાદેશિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. જો કે, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટ્રમ્પની ચર્ચામાં ઇઝરાયલનો કોઈ ઉલ્લેખ અવગણવામાં આવ્યો હતો, જે અમેરિકાની પ્રાથમિકતાઓમાં પરિવર્તનનો સંકેત આપે છે. આ ઘટના ઇઝરાયલ માટે એક આંચકો છે, જેણે ઈરાનના પ્રભાવને સંતુલિત કરવા માટે સાઉદી અરેબિયા સાથે ગાઢ સંબંધોની આશા રાખી હતી. એટલું જ નહીં,આ ડીલ અમેરિકાની જિયોપોલિટિકલ  સંબંધો કરતાં ટ્રમ્પની આર્થિક લાભની નીતિને વધુ આગળ ધપાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ટ્રમ્પે ઇગ્નોર કરતાં જ ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો:
ઇઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર, 14 મે, 2025 ના રોજ, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વ પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે યમનના હૂથી બળવાખોરોએ ઇઝરાયલ તરફ બેલિસ્ટિક મિસાઇલ છોડી. આ મિસાઇલથી જેરુસલેમ, પશ્ચિમ કાંઠા અને ડેડ સી વિસ્તારમાં પડી હોવાની ચર્ચા છે. પરંતુ ઇઝરાયલની સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તેને હવામાં જ નષ્ટ કરાઇ હતી. આ હુમલો ટ્રમ્પની ગલ્ફની મુલાકાત દરમિયાન થયો હતો. ઇઝરાયેલની આસપાસના તમામ મુસ્લિમ દેશો ઇઝરાયેલના દુશ્મન છે. જો કે આટલા વર્ષોથી અમેરિકાના મજબૂત સંરક્ષણને કારણે ઇઝરાયેલ પર મોટો હુમલો કરવાની કોશીશ કોઇ દેશે કરી નથી. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઇઝરાયેલને જ ઇગ્નોર કરી સીરિયા અને સાઉદી જેવા દેશો સાથે ડીલ કરતાં ઇઝરાયેલ સામે કેના દુશ્મનો એકજૂથ થઇ શકે છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video