Home International Triple Talaq Maharashtra Woman Refused To Sleep With Boss Muslim Husband Give Divorce To Wife And Expelled Her From House

બોસ સાથે સંબંધ બાંધવાની ના પાડી તો આપ્યા ટ્રિપલ તલાક : મારજૂડ કરી પત્નીને કાઢી મુકી ઘરની બહાર

બોસ સાથે સંબંધ બાંધવાની ના પાડી તો આપ્યા ટ્રિપલ તલાક
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2024, 08:13 AM IST

મહારાષ્ટ્રના કલ્યાણ વિસ્તારમાં ત્રિપલ તલાકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ તેની પત્નીને તેના બોસ સાથે શારિરીક સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે પત્નીએ ના પાડી દેતા વ્યક્તિએ તેની પત્ની સાથે મારજુડ કરી હતી. ટ્રિપલ તલાક આપીને તેની પત્નીને ઘરની બહાર કાઢી મૂકી.

મહારાષ્ટ્રના કલ્યાણ વિસ્તારનો એક 45 વર્ષીય વ્યક્તિ તેની 28 વર્ષીય પત્નીને ઓફિસની એક પાર્ટીમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેને તેના બોસ સાથે શારિરીક સંબંધ બાંધવા માટે કહ્યું હતું. પતિના આ કૃત્ય અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી પતિ અને તેના બોસ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ મામલે આરોપીઓ સામે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 115(2), 351(2), 351(3) અને 352 અને મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) એક્ટ 2019 અંતર્ગત કેસ દાખલ આવ્યો છે.

બોસ સાથે સંબંધ બાંધવા શા માટે કરતો દબાણ?
આ મામલે મળતી માહિતી અનુસાર, પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં મહિલાએ કહ્યું કે, તેના પતિને પહેલી પત્ની સાથે છૂટાછેડા લેવા માટે 15 લાખ રૂપિયાની જરૂર હતી. જેને લઈને તેની બીજી પત્નીને પોતાના માતા-પિતા પાસેથી પૈસા લાવવાનું કહ્યું હતું. સાથે જ પત્ની પોતાના પિયરથી 15 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરતો હતો, પરંતુ જ્યારે તેણે પૈસા લાવવાની ના પાડી તો પતિએ પત્નીને બોસ સાથે સંબંધ બાંધવા માટે કહ્યું. પતિએ કહ્યું કે, કાં તો પિયરથી 15 લાખ લઈ આવ અથવા મારા બોસ સાથે એક રાત વિતાવી લે.

નોંધનિય છે કે, મહિલાના લગ્ન જાન્યુઆરી 2024માં જ થયા હતા. થોડા મહિના પછી પતિએ તેને પૈસા માટે હેરાન કરવાનું શરૂ કર્યું. જેનો વિરોધ કરવા પર મારજુડ પણ કરતો હતો. આરોપી સોફ્ટવેર એન્જિનિયર, જેની સામે 19 ડિસેમ્બરે સંભાજી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, જેને હવે કલ્યાણના બજારપેઠ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video