Trent Limited એ પોતાના રોકાણકારો માટે મોટું એલાન કર્યું છે. ટાટા ગ્રુપની આ રિટેલ કંપની પ્રથમ વખત બોનસ શેર ઈશ્યૂ કરવા જઈ રહી છે. કંપનીએ 2 શેર સામે 1 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ રોકાણકારોને ડિવિડેન્ડનો પણ લાભ મળશે. કંપની દ્વારા જાહેર કરાયેલી રેકોર્ડ ડેટ હવે નજીક હોવાથી રોકાણકારોમાં આ સ્ટોક ફરી ચર્ચામાં આવ્યો છે.
કંપનીના નિર્ણય અનુસાર, જે રોકાણકારો પાસે રેકોર્ડ ડેટ સુધી ટ્રેન્ટ લિમિટેડના 2 શેર હશે તેમને 1 વધારાનો શેર બોનસ તરીકે આપવામાં આવશે. ભારતીય શેરબજારમાં બોનસ શેરને લાંબા ગાળાના રોકાણકારો માટે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવે છે કારણ કે તે કંપનીના મજબૂત નાણાકીય વિશ્વાસને દર્શાવે છે.
બોનસ શેર માટે 4 જૂન રેકોર્ડ ડેટ
ટ્રેન્ટ લિમિટેડે બોનસ ઈશ્યૂ માટે 4 જૂન 2026 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. એટલે કે આ તારીખે જેમના ડિમેટ એકાઉન્ટમાં કંપનીના શેર હશે તેઓ બોનસ શેર મેળવવા પાત્ર ગણાશે.
કંપની 2:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. સરળ ભાષામાં સમજીએ તો, જો કોઈ રોકાણકાર પાસે 2 શેર હશે તો તેને વધારાનો 1 શેર મળશે. જો રોકાણકાર પાસે 20 શેર હશે તો તેને 10 વધારાના શેર મળશે.
બોનસ શેર ઈશ્યૂનો હેતુ સામાન્ય રીતે શેરની લિક્વિડિટી વધારવાનો અને નાના રોકાણકારો માટે શેરને વધુ આકર્ષક બનાવવાનો હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેન્ટ લિમિટેડના શેરે જોરદાર વૃદ્ધિ નોંધાવી હોવાથી હવે કંપનીએ પ્રથમ વખત બોનસ જાહેર કર્યો છે.
રોકાણકારોને મળશે ₹6 ડિવિડન્ડ
બોનસ શેર ઉપરાંત કંપનીએ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ટ્રેન્ટ લિમિટેડે પ્રતિ શેર ₹6 ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ ડિવિડેન્ડ માટે કંપનીએ 12 જૂન 2026ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
અર્થાત્, આ તારીખે કંપનીના શેર ધરાવતા રોકાણકારોને ડિવિડન્ડનો લાભ મળશે. ગયા વર્ષે પણ કંપનીએ શેરહોલ્ડર્સને પ્રતિ શેર ₹5 ડિવિડન્ડ આપ્યો હતો. આ વર્ષે ડિવિડન્ડમાં વધારો કંપનીની મજબૂત કમાણી અને કેશ ફ્લો તરફ સંકેત આપે છે.
બજાર નિષ્ણાતોનું માનવું છે કે બોનસ અને ડિવિડન્ડની ડબલ જાહેરાતથી લાંબા ગાળાના રોકાણકારોમાં સકારાત્મક ભાવના મજબૂત થઈ શકે છે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર રૂ.3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ અને ATF પર મોટી રાહત
શેરના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ
શુક્રવારે ટ્રેન્ટ લિમિટેડનો શેર આશરે 0.70 ટકા ઘટાડા સાથે ₹4101.30 ના સ્તરે બંધ થયો હતો. છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીના શેરમાં લગભગ 26 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
કંપનીનો 52 સપ્તાહનો ઉચ્ચતમ સ્તર ₹6259 રહ્યો છે જ્યારે નીચલું સ્તર ₹3276.10 નોંધાયું હતું. હાલમાં કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ₹1.45 લાખ કરોડ છે, જે તેને ટાટા ગ્રુપની મોટી રિટેલ કંપનીઓમાં સ્થાન આપે છે.
ટૂંકા ગાળામાં શેરમાં દબાણ જોવા મળ્યું હોવા છતાં લાંબા ગાળાના રોકાણકારો માટે આ સ્ટોકે મજબૂત રિટર્ન આપ્યા છે.
10 વર્ષમાં 2186% રિટર્ન
ટ્રેન્ટ લિમિટેડ લાંબા ગાળાના રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. છેલ્લા 10 વર્ષમાં કંપનીના શેરે આશરે 2186 ટકા રિટર્ન આપ્યો છે.
જો કે છેલ્લા બે વર્ષમાં શેરમાં આશરે 9 ટકા ઘટાડો જોવા મળ્યો હતો, તેમ છતાં ત્રણ વર્ષમાં આ સ્ટોકે 171 ટકા સુધીનો મજબૂત રિટર્ન આપ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં શેરના ભાવમાં લગભગ 430 ટકાનો ઉછાળો આવ્યો છે.
કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, પ્રમોટર્સ પાસે 37.01 ટકા હિસ્સેદારી છે જ્યારે જાહેર રોકાણકારો પાસે 62.99 ટકા હિસ્સો છે. છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળાથી શેરહોલ્ડિંગ પેટર્નમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી.
Blue Aadhaar Card: બાળકોના આધાર કાર્ડ બનાવવા માટેના 2 નિયમો બદલાયા: એનરોલમેન્ટ માટે હવે આ ડોક્યુમેન્ટ પણ ગણાશે વેલિડ
ટાટા ગ્રુપની રિટેલ સ્ટ્રેટેજી પર નજર
ટ્રેન્ટ લિમિટેડ ટાટા ગ્રુપના રિટેલ બિઝનેસમાં મહત્વપૂર્ણ કંપની માનવામાં આવે છે. કંપની Westside, Zudio અને Star જેવી બ્રાન્ડ્સ દ્વારા ભારતીય રિટેલ માર્કેટમાં મજબૂત હાજરી ધરાવે છે.
ભારતમાં વધતા સંગઠિત રિટેલ માર્કેટ અને ફેશન સેગમેન્ટમાં વધી રહેલી માંગના કારણે ટ્રેન્ટ લિમિટેડને લાંબા ગાળે ફાયદો થવાની આશા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.





