Home Business Blue Aadhaar Card New Rules Biometric Update Documents List Uidai

Blue Aadhaar Card: બાળકોના આધાર કાર્ડ બનાવવા માટેના 2 નિયમો બદલાયા : એનરોલમેન્ટ માટે હવે આ ડોક્યુમેન્ટ પણ ગણાશે વેલિડ

Blue Aadhaar Card
Published by: Viral Patel
Last Updated: May 16, 2026, 09:26 AM IST

UIDAI એ બાળકોના આધાર કાર્ડ બનાવવા માટે ૨ મોટા નિયમોમાં ફેરફાર કર્યો છે. એક નિયમ વેલિડ ડોક્યુમેન્ટ્સ (માન્ય દસ્તાવેજો) ને લગતો છે અને બીજો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સાથે જોડાયેલો છે. ચાલો આ બંને નિયમો વિશે વિગતવાર જાણીએ...

UIDAI ના જણાવ્યા અનુસાર, હવે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન (CCI) માં રહેતા બાળકો માટે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર દ્વારા જારી કરાયેલા સર્ટિફિકેટને પણ વેલિડ ડોક્યુમેન્ટ માનવામાં આવશે. બીજી તરફ, OCI કાર્ડ ધારકોએ આધાર કાર્ડના એનરોલમેન્ટ દરમિયાન વેલિડ ફોરેન પાસપોર્ટ અને OCI કાર્ડ બતાવવાનું રહેશે.

Gold-Silver Price Today : સોના-ચાંદીમાં મોટો કડાકો! ચાંદી 9% તૂટી, સોનું પણ નીચે, જાણો આજનો લેટેસ્ટ ભાવ

બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત કરાયું

UIDAI ના જણાવ્યા અનુસાર, હવે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું આધાર કાર્ડ વાલીઓના આધાર કાર્ડના આધારે બનાવવામાં આવશે. આ સાથે જ હવે આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે હવે બાળકનું આધાર કાર્ડ બનાવતી વખતે માતા-પિતામાંથી કોઈ એકનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જરૂરી રહેશે.

માતા-પિતાનું વેલિડ આધાર કાર્ડ ફરજિયાત

UIDAI ના નવા નિયમો અનુસાર, હવે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું આધાર કાર્ડ બનાવડાવવું સંપૂર્ણપણે હેડ ઓફ ફેમિલી (HoF - પરિવારના મુખિયા) પર નિર્ભર રહેશે. આ માટે બાળકના માતા-પિતા અથવા કાનૂની વાલી પાસે પોતાનું વેલિડ આધાર કાર્ડ હોવું આવશ્યક છે, જેનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને વેરિફિકેશન થયેલું હોવું જોઈએ.

ડિલિવરી બોયની હડતાળ! : Zomato, Swiggy, Blinkit અને Zepto પર ઓર્ડર બંધ! જાણો કેમ ઉઠાવ્યો વિરોધ

જન્મ તારીખ અને મુખિયા સાથેના સંબંધનો પુરાવો

માતા-પિતાના આધાર કાર્ડ વિના બાળકનું આધાર કાર્ડ બનશે નહીં. આ સાથે બાળકની જન્મ તારીખ અને પરિવાર સાથેના તેના સંબંધનો પુરાવો પણ આપવો પડશે. કારણ કે નાના બાળકોના ફિંગરપ્રિન્ટ (આંગળીઓની છાપ) અથવા આઇરિસ સ્કેન (આંખોનું સ્કેન) લઈ શકાતા નથી, તેથી તેમના માતા-પિતામાંથી કોઈ એકનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.

માતા-પિતાના બાયોમેટ્રિક પુરાવા લેવામાં આવશે

નવા નિયમ મુજબ, હવે બાળકનું આધાર કાર્ડ બનાવવા માટે માતા કે પિતા બંનેમાંથી કોઈ એકની આંગળીઓની છાપ લઈને અથવા આંખોની કીકી (આઇરિસ) ને સ્કેન કરીને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવામાં આવશે. ત્યારબાદ આપેલા સરનામા પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી મોકલી દેવામાં આવશે. આ સિવાય તમે આધાર એપમાં બાળકની પ્રોફાઇલ પણ એડ (ઉમેરી) કરી શકો છો.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : પેટ્રોલની નિકાસ પર રૂ.3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ અને ATF પર મોટી રાહત


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now