Delivery apps Strike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના વિરોધમાં ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મના ગિગ વર્કર્સ (ડિલિવરી બોય) આજે હડતાળ પર છે. આજે શનિવાર, 16 મેના રોજ બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી (કુલ 5 કલાક) ઝોમેટો, સ્વિગી, બ્લિંકિટ અને ઝેપ્ટો જેવી એપ્સ પર ડિલિવરી સેવા અસરગ્રસ્ત રહેશે. આ સમયગાળા દરમિયાન ગિગ વર્કર્સ કામ પર નહીં આવે, જેના કારણે ઓર્ડર્સ ડિલિવર થશે નહીં.
કેમ કરી હડતાળ?
શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3નો વધારો કરવામાં આવ્યો હતો. આ ચાર વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો પહેલો વધારો છે. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ વધવાને કારણે આ નિર્ણય લેવાયો છે. દિલ્હીમાં નવા ભાવ:પેટ્રોલ: ₹97.77 પ્રતિ લિટર
ડીઝલ: ₹90.67 પ્રતિ લિટર
કયા શહેરોમાં અસર?
દિલ્હી-એનસીઆર (નોઈડા, ગુરુગ્રામ), બેંગલુરુ, મુંબઈ અને પુણે જેવા મોટા શહેરોમાં આ હડતાળની અસર વધુ જોવા મળશે. આ શહેરોમાં લોકો રોજિંદા જીવનમાં આ એપ્સ પર વધુ આધાર રાખે છે.





