Home Automobile Trend Of Used Cars Is Increasing Day By Day

યુઝ્ડ કાર્સનો વધ્યો ટ્રેન્ડ : સૌથી વધુ ડિમાન્ડમાં આ કાર

યુઝ્ડ કાર્સનો વધ્યો ટ્રેન્ડ
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 04:56 PM IST

દેશમાં નવીની સાથે જૂની કાર્સનું વેચાણ પણ વધી રહ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મ Cars24એ તેના લેટેસ્ટ રિપોર્ટમાં બહાર પાડ્યો છે અને જણાવ્યું છે જ્યાં વર્ષ 2030 સુધીમાં દેશમાં પ્રિ ઓન્ડ કાર્સનું વાર્ષિક વેચાણ એક કરોડને પાર કરી જશે. શહેરની સાથે નાના વિસ્તારોમાં પણ જૂની ગાડીઓનું વેચાણ વધશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્લી યુઝ્ડ કાર્સ વધુ વેચાઈ રહી છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ પ્રથમ પસંદગી
મારુતિ સુઝુકી સ્વિફ્ટ યુઝ્ડ કાર ખરીદનારા ગ્રાહકોની પ્રથમ પસંદગી છે. તેને મેટ્રોપોલિટન અને નોન-મેટ્રો બંને શહેરોમાં પસંદ કરવામાં આવી રહી છે. વધુમાં, હ્યુન્ડાઈ સેન્ટ્રો, ટાટા ટિયાગો NRG અને મારુતિ વેગન આર જેવા મોડલ્સ વધુ વેચાય છે. .

લોન પર નિર્ભરતા વધી
રિપોર્ટ અનુસાર, વર્ષ 2010માં તમામ નવી કારમાંથી 60 ટકા લોન પર ખરીદેલી હતી. 2024માં તે વધીને 84 ટકા થઈ ગઈ છે. જે દર્શાવે છે કે ગ્રાહકો નવી કાર લેવા માટે લોન પર વધુ નિર્ભર રહે છે.

ગ્રાહકની પસંદ
અફોર્ડેબલ પસંદગી તરફ લોકો આગળ વધી રહ્યાં છે. જેથી કરીને નવીને બદલે યુઝ્ડ કાર લોકો વધુ પસંદ કરે છે. એક તો સસ્તી હોય છે જેથી કરીને જલ્દી વેચવામાં પણ સંકોચ ના થાય. કોરોના બાદ ગ્રાહકોની પસંદગીઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now