Home Automobile Toyota Innova Ev Showcased In Indonesia Automakers Reveal Battery Pack Power And Specifications

જલ્દી જ આવી શકે છે TOYOTA INNOVA EV : કેટલી હોઈ શકે છે રેન્જ?

જલ્દી જ આવી શકે છે TOYOTA INNOVA EV
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2025, 06:05 AM IST

TOYOTA INNOVA EVને હાલમાં જ જકાર્તામાં ઇન્ડોનેશિયા ઇન્ટરનેશનલ મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. આ કારને વર્ષ 2022માં મોટર ઈવેન્ટમાં દર્શાવવામાં આવી હતી. પરંતુ હવે ટોયોટાએ તેની ડિઝાઇનમાં ઘણા સુધારા કર્યા છે. આ ઇવેન્ટ દરમિયાન કંપનીએ પાવરટ્રેન અને બેટરી રેન્જ પણ જાહેર કરી છે.

TOYOTA INNOVA EVનો પાવર

આ કાર 59.3 kWh લિથિયમ-આયન બેટરીથી ચાલશે. જે 179 BHP પાવર અને 700 NM ટોર્ક જનરેટ કરે છે. આ ઇલેક્ટ્રિક કારની બેટરી એસી અને ડીસી બંને ચાર્જિંગ સિસ્ટમથી ચાર્જ કરી શકાય છે. બેટરી પેક વિશે જણાવવા છતાં ટોયોટાએ હજુ સુધી આ કારની વેરિયન્ટ્સ જાહેર નથી કર્યા.

ઈનોવા EVની ડિઝાઇન
TOYOTA INNOVAના આ ઇલેક્ટ્રિક મોડલની ડિઝાઇન ડીઝલ સંચાલિત ઇનોવા ક્રિસ્ટાથી કંઈક અલગ છે. એંગ્યુલર હેડલાઇટ, જે પાતળી સ્ટ્રિપ સાતે કનેક્ટ કરી થે. આ હેડલાઇટમાં નવા એલઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બમ્પર પર પાતળી ફોગ લાઇટ્સ પણ છે. આ કારમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.

ઈનોવા EVની ખાસિયત
TOYOTA ઈલેક્ટ્રિક કારની કેબિન ઇનોવા ક્રિસ્ટા જેવી જ છે. પરંતુ આ વાહનને ફ્લેટ ફ્લોર આપવામાં આવ્યો છે, જેની નીચે બેટરી પેક લગાવવામાં આવી છે. આનાથી પાછળની સીટ પર મુસાફરો માટે જગ્યા વધી છે. કારમાં ગિયર લીવર નથી. ઇનોવા ઇવીના અન્ય ફીચર્સમાં મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, લેધર-કવર સ્ટીયરિંગ વ્હીલ, કેપ્ટન સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ અને એમ્બિયન્ટ લાઇટિંગનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now