Home Gujarat Torrential Rain Forecast For Gujarat For Seven Days Know When The Forecast Will Start And In Which Districts

સાત દિવસ ગુજરાતમાં મૂશળધારની આગાહી : જાણો ક્યારથી શરૂ થશે આગાહી, અને કયા જિલ્લાઓમાં?

સાત દિવસ ગુજરાતમાં મૂશળધારની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Aug 09, 2025, 01:00 AM IST

હવામાન વિભાગે રાજ્યમાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સમયગાળામાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી શકે છે. હાલ વરસાદ ન વરસતા બફારો અને ગરમીમાં વધારો નોંધાયો છે.

8 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 63.89% વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 65.11%, ઉત્તર ગુજરાતમાં 66.20%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 66.23%, સૌરાષ્ટ્રમાં 55.91% અને દક્ષિણ ગુજરાતમાં 67.78% વરસાદ થયો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિ.માં 8 ઓગસ્ટ સાંજે 4 વાગ્યા સુધી 255072 mcft પાણીનો સંગ્રહ છે, જે ક્ષમતાના 76.35% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 69.44% સંગ્રહ છે. હાલમાં 30 ડેમ 100% ભરાયેલા છે, 51 હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 ઓગસ્ટથી ચોમાસું ફરી સક્રિય થશે. અરબ સાગરના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનતાં ઓગસ્ટ અંત સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now