Home International Today History 20 December International Human Solidarity Day Historical Events

આજે 20 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ એક્તા દિવસની ઉજવણી

આજે 20 ડિસેમ્બર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 05:58 AM IST

આજે 20 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ' મનાવવામાં આવી રહ્યો છે. ભારત જેવા વિવિધતા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે અહીં અનેક ધર્મ અને સંસ્કૃતિઓ હોવા છતાં એકતાના અતૂટ દર્શન થાય છે. ઈતિહાસના પાનાઓ પર નજર કરીએ તો આજના દિવસે રાજનીતિ, વિજ્ઞાન અને રમતગમત ક્ષેત્રે અનેક યાદગાર પ્રસંગો નોંધાયા છે.

મતદાનની વયમર્યાદામાં ઘટાડો અને ઐતિહાસિક સુધારો

ભારતીય લોકશાહીના ઈતિહાસમાં 1988 માં આજના દિવસે એક ક્રાંતિકારી ફેરફાર થયો હતો. સંસદ દ્વારા 62માં બંધારણીય સુધારા બિલને મંજૂરી આપવામાં આવી હતી, જે અંતર્ગત મતદાન કરવાની લઘુત્તમ વય 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. આ નિર્ણયથી દેશના કરોડો યુવાનોને મતાધિકાર પ્રાપ્ત થયો હતો.

વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓ

વર્ષ 1999 માં 20 ડિસેમ્બરના રોજ અંતરિક્ષ વિજ્ઞાનમાં મોટી ઘટના બની હતી, જ્યારે હબલ ટેલિસ્કોપના સમારકામ માટે અવકાશયાન ‘ડિસ્કવરી’ રવાના કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 1990 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ હુમલા ન કરવા બાબતે મહત્વની સહમતી સધાઈ હતી, જે દક્ષિણ એશિયાની શાંતિ માટે મહત્વનું પગલું હતું.

રમતગમત અને ધાર્મિક પ્રસંગો

ક્રિકેટ પ્રેમીઓ માટે 1959 નો દિવસ ખાસ હતો, કારણ કે ભારતીય બોલર જસુ પટેલે ઓસ્ટ્રેલિયા સામે કાનપુર ટેસ્ટમાં માત્ર 69 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો, 1985 માં તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને 5.2 કરોડની કિંમતનો હીરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.

વિશ્વ રાજનીતિમાં ઉથલપાથલ

પાકિસ્તાનના રાજકીય ઈતિહાસમાં 1971 માં આજના દિવસે મોટો વળાંક આવ્યો હતો. જનરલ યાહ્યા ખાને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સત્તા પર આવ્યા હતા. જર્મનીમાં 1963 માં પશ્ચિમ બર્લિનના નાગરિકો માટે પ્રથમ વખત બર્લિનની દિવાલના દ્વાર ખોલવામાં આવ્યા હતા. આ સિવાય 1924 માં આજના જ દિવસે જર્મનીની જેલમાંથી એડોલ્ફ હિટલર મુક્ત થયો હતો.

અન્ય મહત્વપૂર્ણ ક્ષણો

  • 1757 માં લોર્ડ ક્લાઈવને બંગાળના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

  • 1951 માં અમેરિકામાં ન્યુક્લિયર પાવર રિએક્ટર દ્વારા પ્રથમ વખત વીજળી ઉત્પન્ન થઈ હતી.

  • 1955 માં ભારતીય ગોલ્ફ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી.

  • 1960 માં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનો જન્મ થયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now