Today history 12 july: આધુનિક યુગ હોય કે કોઈપણ યુગ ઇતિહાસ જણાવો ખૂબ જ જરૂરી છે, ચાલો જાણીએ આજના દિવસ એટેલે કે 12 જુલાઇના રોજ ઇતિહાસમાં શું બન્યું હતું.
12 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
1994 – પેલેસ્ટાઇન મુક્તિ સંગઠનના પ્રમુખ યાસર અરાફાત 27 વર્ષ સુધી નિર્વાસિત જીવન જીવ્યા બાદ ગાઝા પટ્ટી આવ્યા.
1998 – ફ્રાંસે 16મા વર્લ્ડ કપ ફૂટબોલની ફાઇનલમાં બ્રાઝિલને 3-0થી હરાવ્યું.
2001 – ભારત અને બાંગ્લાદેશ અગરતલા અને ઢાકા વચ્ચે ‘મૈત્રી’ બસ સેવા શરૂ થઈ.
2003 – ઉત્તર અને દક્ષિણ કોરિયા પરમાણુ શસ્ત્રોના મુદ્દા પર વાટાઘાટો કરવા સંમત થયા.
2005 – પ્રસિદ્ધ ક્રિકેટ અમ્પાયર ડેવિડ શેફર્ડે નિવૃત્તિ લીધી.
2006 – ઇઝરાયેલે તેના બે સૈનિકોને બંધક બનાવ્યા બાદ લેબનોન પર હુમલો કર્યો.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
અચંત શરત કમલ (1982) – ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી.
સુંદર પિચાઈ (1972)- ભારતીય મૂળના અમેરિકન નાગરિક, જે Googleના CEO છે.
સુલક્ષણા પંડિત (1954) – પ્રખ્યાત અભિનેત્રી.
વાય. વી. ચંદ્રચુડ (1920) – ભારતના 16મા મુખ્ય ન્યાયાધીશ હતા.
લુડમિલા પાવલિચેન્કો (1916) – બીજા વિશ્વ યુદ્ધની પરાક્રમી મહિલા હતી.
બિમલ રાય (1909) – હિન્દી ફિલ્મોના મહાન ફિલ્મ નિર્દેશક.
દુર્ગા પ્રસાદ ખત્રી (1895) – પ્રખ્યાત હિન્દી નવલકથાકાર.
આ પણ વાંચોઃ 9 જુલાઇનો ઇતિહાસ: BSEનો સ્થાપના દિન, આર્જેન્ટીનાનો સ્વતંત્રતા દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
હુલ્લાદ મુરાદાબાદી (2014) – ભારતના પ્રખ્યાત વ્યંગ કવિ હતા.
પ્રાણ (2013) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત હીરો, વિલન અને ચરિત્ર અભિનેતા.
દારા સિંહ (2012) – વિશ્વ વિખ્યાત કુસ્તીબાજ અને રામાયણ સિરિયલમાં હનુમાનનું પાત્ર ભજવનાર કલાકાર.
પી.કે. વાસુદેવન નાયર (2005) – ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના રાજકારણી હતા.
ઘનશ્યામભાઈ ઓઝા (2002) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
રાજેન્દ્ર કુમાર (1999) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સદાબહાર અભિનેતા.
વિશ્વનાથ પ્રસાદ મિશ્રા (1982) – પ્રખ્યાત સાહિત્યિક સંસ્થા ‘પ્રસાદ પરિષદ’ના ભૂતપૂર્વ અધ્યક્ષ.
વિશ્વ મલાલા દિવસ
આજનો દિવસ વિશ્વ મલાલા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, વર્ષ 2013થી 12 જુલાઇના રોજ આંતરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે ઉજવાય છે.સ્વાત જિલ્લામાં આવેલી શાળાઓમાં કન્યા શિક્ષણ પર તાલિબાનોએ પ્રતિબંધ ફરમાવ્યો હતો તે વખતે મલાલાએ તેનો વિરોધ કરી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.તાલિબાનોના અત્યાચારના વિરોધમાં મલાલએ બીબીસીની ઉર્દૂ સમાચાર સેવા માટે ગુલ મકઈના ઉપનામથી બ્લોગ લખવાનું શરૂ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર 11-12 વર્ષની હતી.ઓક્ટોબર 2012 માં તેણી પોતાના ઉદારવાદી પ્રયત્નોને કારણે આતંકવાદી હુમલાનો શિકાર પણ બની હતી, જેમાં તેણીને ગંભીર ઈજાઓ થઈ હતી.ઈ. સ. 2009 ના વર્ષમાં 'ન્યૂ યૉર્ક ટાઈમ્સ' દ્વારા મલાલાની અધિકાર લડતના વિષયે એક દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી ફિલ્મ) બનાવવામાં આવી હતી. આ ફિલ્મ દ્વારા તેણી આખા વિશ્વમાં જાણીતી થઈ હતી. પાકિસ્તાન સરકારે તેણીને યુવા શાંતિ પુરસ્કાર એનાયત કરી તેણીનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત ત્યાંની સરકાર દ્વારા એક કન્યા શાળાને પણ તેણીનું નામ આપવામાં આવ્યું છે. જગતનાં મુખ્ય પ્રતિષ્ઠિત સામાયિક "ટાઈમ" દ્વારા તેણીને 2013 ના વર્ષમાં 'પર્સન ઓફ ધ યર' તરીકે નામાંકિત કરવામાં આવી
હતી, જેમાં તેણી બરાક ઓબામા પછી બીજા ક્રમે રહી હતી. 2013 માં મલાલાએ દર પાંચ વર્ષે આપવામાં આવતો સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પુરસ્કાર જીત્યો. ૨૦૧૪ માં યુસુફઝાઈએ નોબેલ પુરસ્કાર જીત્યો, અને સૌથી નાની ઉંમરનો નોબેલ પુરસ્કાર વિજેતા બની હતી.

_9ea1a9f2-6ad6-43cf-8519-c2c4d7036f2d.jpeg)




