TikTok Car : ચીનની ઓટોમોબાઈલ કંપનીઓ હંમેશા પોતાની અદભુત ટેકનોલોજી અને શાનદાર ફીચર્સ માટે દુનિયાભરમાં જાણીતી છે. હવે ચીનના માર્કેટમાં એક મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ ચીનમાં એક ખાસ 'TikTok કાર' લોન્ચ થવાની તૈયારીમાં છે. આ કાર પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની સેરેસ ગ્રુપ (Seres Group) દ્વારા બનાવવામાં આવશે. આ માટે કંપની એક નવું બ્રાન્ડ લોન્ચ કરવા જઈ રહી છે. આ કારમાં એવા ફીચર્સ હશે જે યુવા જનરેશનને ખૂબ જ પસંદ આવશે.
નવી બ્રાન્ડ અને ભાગીદારી
ચીનની જાણીતી કંપની સેરેસ ગ્રુપ આ નવી કાર માટે 'સૈદોઉ ટેકનોલોજી' (Saidou Technology) નામની એક નવી ઓટોમોટિવ બ્રાન્ડ માર્કેટમાં ઉતારવા જઈ રહી છે. અગાઉ આ બ્રાન્ડ ચુંગકિંગ લેન્ડિયન ટેકનોલોજી તરીકે ઓળખાતી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ બ્રાન્ડને સફળ બનાવવા માટે સેરેસે ટિકટોકની પેરેન્ટ કંપની 'બાઇટડાન્સ' (ByteDance) ના ક્લાઉડ અને AI પ્લેટફોર્મ 'વોલ્કેનો એન્જિન' સાથે હાથ મિલાવ્યા છે. આ મોટી ભાગીદારી હેઠળ જ ચીનની પહેલી ટિકટોક કાર તૈયાર કરવામાં આવી રહી છે.
દરરોજ મુસાફરી કરનારા લોકો માટે આ 5 બજેટ-ફ્રેન્ડલી કાર છે બેસ્ટ!: ફ્યુઅલ ખર્ચ બચાવી આપશે દમદાર માઇલેજ, જાણો તેની કિંમત અને ખાસિયતો
મોટું રોકાણ અને માલિકી
એક રિપોર્ટ્સ અનુસાર આ નવી બ્રાન્ડને શરૂ કરવા માટે કંપનીમાં 6.67 બિલિયન યુઆનનું ખૂબ જ મોટું રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણમાં ચીનની સ્થાનિક સરકાર (ચોંગકિંગ શાપિંગબા ડિસ્ટ્રિક્ટ ફંડ) અને દુનિયાની સૌથી મોટી કાર બેટરી બનાવતી કંપની CATL પણ સામેલ છે. આ મોટા ફેરફાર પછી કંપનીમાં સેરેસ ગ્રુપનો હિસ્સો હવે 33 ટકા જેટલો રહ્યો છે, જ્યારે સરકારી ફંડ આ કંપનીમાં સૌથી મોટો શેરહોલ્ડર બની ગયું છે. કંપનીના જૂના ખોટ કરતા બિઝનેસને સુધારવા માટે આ પગલું લેવાયું છે.
ડિઝાઇન અને એન્જિન
કંપની આ ચાલુ વર્ષ એટલે કે, 2026 માં જ પોતાની આ પહેલી સ્માર્ટ કાર લોન્ચ કરવા જઈ રહી છે. આ કારની ડિઝાઇન એક 'ક્રોસઓવર' કાર જેવી હશે, જે લુકમાં SUV અને સેડાન બંનેના કોમ્બિનેશનમાં દેખાશે. એન્જિનની વાત કરીએ તો, આ કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક (EV) અને રેન્જ-એક્સટેન્ડર (EREV) એમ બંને વિકલ્પો સાથે માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ શાનદાર ટિકટોક કારનું ઉત્પાદન સેરેસ ફોનિક્સ ફેક્ટરીમાં કરવામાં આવશે.
દાયકાઓ સુધી રસ્તાઓ પર રાજ કરતી આ આઇકોનિક કારનું થશે કમબેક!: મોડર્ન ટેક્નોલોજી અને આધુનિક ઇલેક્ટ્રિક અવતારમાં મચાવશે હાહાકાર
સ્માર્ટ કેબિન અને AI મગજ
આ કાર સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી પર આધારિત હશે. બાઇટડાન્સ કંપનીનું વોલ્કેનો એન્જિન આ કારને એક અદભુત એઆઈ કોકપીટ (AI Cockpit) આપશે, જે માણસની જેમ વાતો સમજી શકશે. તે એક મોટા કમ્પ્યુટરની જેમ કામ કરશે, જે ખાસ કરીને આજની યુવા પેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જોકે, બાઇટડાન્સ કંપની માત્ર કારનું સોફ્ટવેર અને ક્લાઉડ સિસ્ટમ જ સંભાળશે, તે પોતાની કોઈ ડ્રાઇવરલેસ ટેકનોલોજી બનાવશે નહીં.
યુવાનોને આકર્ષવાનો ટાર્ગેટ
કંપનીની જૂની લેન્ડિયન બ્રાન્ડ સસ્તી કારના બજારમાં ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી. આથી હવે નવા નામ 'સૈદોઉ' સાથે કંપની ખાસ કરીને યુવાનો અને સક્રિય જીવનશૈલી જીવતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવશે. આ કારના વેચાણ માટે દેશ અને વિદેશમાં નવા અદ્યતન શોરૂમ પણ ખોલવામાં આવશે.





