Affordable Mileage Cars : આજના સમયમાં જ્યારે નવી કાર ખરીદવાની વાત આવે છે, ત્યારે લોકો માત્ર આકર્ષક ડિઝાઇન કે એડવાન્સ ફીચર્સ જ નથી જોતાં, પરંતુ સૌથી વધુ ધ્યાન માઇલેજ પર આપે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધ્યો છે. આવા સમયે, ઓછા ફ્યુઅલમાં લાંબુ અંતર કાપી શકે તેવી ગાડીઓની માંગ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો હવે એવી કાર શોધી રહ્યા છે જે ખરીદવામાં સસ્તી હોય અને તેનો રોજિંદો રનિંગ ખર્ચ પણ ઓછો હોય. જો તમારું બજેટ 10 લાખ રૂપિયા સુધીનું છે, તો ભારતીય બજારમાં ઘણી ઉત્તમ CNG અને હાઇબ્રિડ કાર ઉપલબ્ધ છે જે તમારી મુસાફરીને બજેટ-ફ્રેન્ડલી બનાવી શકે છે.
મારુતિ ફ્રોન્ક્સ : આધુનિક સ્ટાઇલ સાથે મોટી બચત
જો તમે પ્રીમિયમ લુક અને શાનદાર માઇલેજનું કોમ્બિનેશન ઈચ્છો છો, તો મારુતિ સુઝુકીની ફ્રોન્ક્સ CNG એક શ્રેષ્ઠ વિકલ્પ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કાર પ્રતિ કિલોગ્રામ CNG પર લગભગ 28 કિલોમીટરની માઇલેજ આપે છે. આ આકર્ષક ક્રોસઓવર કારમાં મોર્ડન ફીચર્સ અને સ્ટાઇલિશ ડિઝાઇન જોવા મળે છે. ઓછા મેઇન્ટેનન્સ અને ઓછી રનિંગ કોસ્ટના કારણે આ કાર હાલમાં ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે.
દાયકાઓ સુધી રસ્તાઓ પર રાજ કરતી આ આઇકોનિક કારનું થશે કમબેક!: મોડર્ન ટેક્નોલોજી અને આધુનિક ઇલેક્ટ્રિક અવતારમાં મચાવશે હાહાકાર
ટાટા પંચ : સેફ્ટીની સાથે સામાન રાખવાની ચિંતા દૂર
ટાટા મોટર્સે તેની કારોની ઇંધણ કાર્યક્ષમતા અને ટેકનોલોજીમાં મોટો સુધારો કર્યો છે. ટાટા પંચ iCNG માં કંપનીએ ખાસ ટ્વીન-સિલીન્ડર ટેકનોલોજી આપી છે. સામાન્ય રીતે CNG કારમાં મોટો સિલિન્ડર હોવાના કારણે સામાન રાખવાની જગ્યા (બૂટ સ્પેસ) બચતી નથી, પરંતુ ટાટાએ બે નાના સિલિન્ડર નીચે ફિટ કરીને આ સમસ્યા દૂર કરી દીધી છે. આ કાર પરિવાર સાથે લાંબી મુસાફરી કરવા માટે બેસ્ટ છે. તે પ્રતિ કિલોગ્રામ આશરે 26.9 કિલોમીટરની માઇલેજ આપે છે અને તેની મજબૂત સેફ્ટી માટે પણ જાણીતી છે.
હ્યુન્ડાઇ એક્સટર : સ્મૂધ ડ્રાઇવિંગ અને વધુ સ્પેસ
હ્યુન્ડાઇ એક્સટર Duo CNG પણ આ લિસ્ટમાં એક મજબૂત દાવેદાર છે. હ્યુન્ડાઇએ પણ આ કારમાં ડ્યુઅલ-સિલીન્ડર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જેથી ગ્રાહકોને સારો બૂટ સ્પેસ મળી રહે. આ SUV જેવી દેખાતી કાર પ્રતિ કિલોગ્રામ આશરે 27.1 કિલોમીટરની માઇલેજ આપે છે. શહેરમાં ડ્રાઇવિંગ કરવા માટે આ કારનું એન્જિન ખૂબ જ સ્મૂધ માનવામાં આવે છે અને ઓછા ઇંધણ વપરાશને કારણે તે બજેટ બાયર્સને આકર્ષી રહી છે.





