Home Gujarat Thunderstorms May Hit The South Today Heavy Rain Forecast In Gujarat For 7 Days

આજે દક્ષિણમાં મેઘો બલાવી શકે છે ધડબડાટી : 7 દિવસ ગુજરાતમાં જોરદાર વરસાદની આગાહી

આજે દક્ષિણમાં મેઘો બલાવી શકે છે ધડબડાટી
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 03:33 AM IST

હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર આજેથી આગામી 7 દિવસ ગુજરાતમાં મેઘરાજા ભારે ત્રાટકવાની તૈયારીમાં છે. આજે ખાસ કરીને તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં ઠેરઠેર વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં ચેતવણી જારી કરતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદી સિસ્ટમોનો ધમધમાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર 10 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સર્જાવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાનો અનુમાન છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઝાટકો આપતા પવન સાથે વરસાદ વરસવાની શકયતા છે.

24થી 30 જુલાઈ: અતિભારે વરસાદનો ખતરો
અંબાલાલ પટેલે જણાવ્યું કે 18 જુલાઈ પછી રાજ્યમાં થોડોક વરસાદી વિરામ આવી શકે છે, જ્યારે 22 જુલાઈ બાદ હવામાનમાં ફરી પલટો આવી શકે છે. ખાસ કરીને 24 થી 30 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદની શકયતા છે, જેને લઈને તંત્રને તૈયારી રાખવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now