Home Gujarat Threat To Blow Up Vadodara Collectorate After Schools

સ્કૂલો બાદ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી : '1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો...', ચેકિંગ શરૂ

સ્કૂલો બાદ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 11:42 AM IST

Vadodara Collectorate Threat : રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈ મેલનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે હવે આજે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા શહેરમાં હડકંપ મચી ગયો છે.

મળેલા ઈ-મેલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે, “1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.” આ ધમકી મળતા તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું. ઈ-મેલ મળતાની સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ હતી. હાલ કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી ચાલી રહી છે. દરેક ખૂણે ખૂણે તપાસ કરીને કોઈ શંકાસ્પદ વસ્તુ તો નથી તેની બારીકીથી ચકાસણી કરવામાં આવી રહી છે.

કલેક્ટર કચેરીને સુરક્ષા ઘેરામાં લેવામાં આવી

સાવચેતીના પગલાં રૂપે વડોદરા કલેક્ટર કચેરીમાં અરજદારોના પ્રવેશ પર તાત્કાલિક રોક લગાવવામાં આવી છે. સામાન્ય નાગરિકોને કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી અને સમગ્ર કલેક્ટર કચેરીને સુરક્ષા ઘેરામાં લેવામાં આવી છે.

ધમકીના મેલનો સિલસિલો

ઉલ્લેખનીય છે કે, 'ગઈકાલે પણ અમદાવાદની કેટલીક શાળાઓ તેમજ રાજ્ય સચિવાલયને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. સતત આવી રહી રહેલી ધમકીઓના પગલે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા દરેક જગ્યાએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલ વડોદરા કલેક્ટર કચેરીમાં તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ ધમકીભર્યા ઈ-મેલ પાછળ કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ છે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now