Home Gujarat Threat To Blow Up Several Schools In Ahmedabad

અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી : વિદ્યાર્થીઓને શાળામાંથી અપાઈ રજા, ઈ-મેલ મળતા તપાસ તેજ

અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 07:28 AM IST

અમદાવાદની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં શહેરમાં હડકંપ મચી ગયો છે. પોલીસ કંટ્રોલ રૂમમાં એક સાથે કેટલીક સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા, જેના પગલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ બપોરે 1:30 કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

શાળાઓમાં તપાસ હાથ ધરાઈ

અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, જ્યારે પોલીસની બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ હતી. બોમ્બની ધમકીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી તમામ અસરગ્રસ્ત શાળાઓમાં રજા આપી દેવામાં આવી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

આ સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા

જે સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે તેમાં અનેક સ્કૂલોનો સમાવેશ થાય છે. આ તમામ શાળાઓમાં પોલીસ દ્વારા ચુસ્ત તપાસ કરવામાં આવી રહી છે.

સતર્ક રહેવા સૂચના

હાલ પોલીસ દ્વારા ધમકીભર્યા ઈ-મેલ મોકલનાર વ્યક્તિ અથવા જૂથને શોધવા માટે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ શહેરની અન્ય શાળાઓને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઘટનાને કારણે વાલીઓમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે પોલીસ દ્વારા લોકોને અફવા પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now