Home Automobile This Toyota Car Gives A Mileage Of More Than 25km

25kmથી વધારે માઈલેજ આપે છે TOYOTAની આ કાર : ફીચર્સ ફોર્ચ્યુનરને ટક્કર મારે એવા

25kmથી વધારે માઈલેજ આપે છે TOYOTAની આ કાર
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 05:56 PM IST

ટોયોટાએ ભારતમાં પોતાની પ્રીમિયમ સેડાન કેમરી સ્પ્રિન્ટ એડિશન લોન્ચ કરી છે. આ એડિશનની શરૂઆતી કિંમત ₹48.50 લાખ (એક્સ-શોરૂમ) છે. નવેમ્બર 2024માં 8મી જનરેશનની કેમરી આવ્યા પછીનું આ કંપનીનું પહેલું સ્પેશિયલ એડિશન છે.

ડિઝાઇન અને લુક
સ્પ્રિન્ટ એડિશનને વધુ સ્પોર્ટી બનાવવા માટે કેટલાક કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં ડ્યુઅલ-ટોન પેઇન્ટ સ્કીમ આપવામાં આવી છે, જેમાં બોનેટ, છત અને ડિકી પર મેટ બ્લેક ફિનિશ છે. સાથે જ મેટ બ્લેક એલોય વ્હીલ્સ, નવા ફ્રન્ટ અને રીઅર બમ્પર ડિઝાઇન તથા રીઅર સ્પોઇલર ઉમેરવામાં આવ્યા છે.

સુવિધાઓ અને સલામતી
કેમરી સ્પ્રિન્ટ એડિશનમાં અનેક પ્રીમિયમ ફીચર્સ છે:

  • એમ્બિયન્ટ લાઇટિંગ અને ડોર વોર્નિંગ લેમ્પ્સ

  • મેમરી ફંક્શન સાથે 10-વે પાવર ડ્રાઇવર સીટ

  • વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ

  • વાયરલેસ ચાર્જિંગ, હેડ-અપ ડિસ્પ્લે અને પેનોરેમિક સનરૂફ

  • ટોયોટા સેફ્ટી સેન્સ 3.0 સાથે એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર એલર્ટ, લેન ટ્રેસિંગ આસિસ્ટ, પ્રી-કોલિઝન સિસ્ટમ અને ઓટોમેટિક હાઇ બીમ

  • 9 એરબેગ્સ અને 360 ડિગ્રી કેમેરા પણ ઉપલબ્ધ

એન્જિન અને માઇલેજ
કેમરી સ્પ્રિન્ટ એડિશનમાં 2.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે 5મી જનરેશનનું હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવ્યું છે. તેનો સંયુક્ત પાવર 230 પીએસ છે. ઇ-સીવીટી ગિયરબોક્સ સાથે તે 25.49 કિમી પ્રતિ લિટર માઇલેજ આપે છે, જે સેગમેન્ટમાં સૌથી વધુ છે. સાથે જ બેટરી પર 8 વર્ષ અથવા 1,60,000 કિમીની વોરંટી મળે છે.

કલર વિકલ્પો
આ મોડેલ 5 ડ્યુઅલ-ટોન કલર વિકલ્પોમાં લોન્ચ થયું છે, જેમાં લાલ, રાખોડી, વાદળી અને સફેદ (મેટ બ્લેક કોમ્બિનેશન સાથે) સામેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now