Home International This Special Thing Is Eaten On The Day Of Uttarayan Besides Undhiya Know Its Religious And Scientific Reason

Uttarayan Special Food : ઉત્તરાયણના દિવસે ઊંધિયું સિવાય ખવાય છે આ ખાસ વસ્તુ, જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

Uttarayan Special Food
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2026, 04:30 AM IST

ઉત્તરાયણ એ ગુજરાતનો સૌથી મોટો અને રંગીન તહેવાર છે, જ્યાં આકાશ પતંગોથી ઢંકાઈ જાય છે અને લોકો છત પર ચઢીને 'કાયપો છે'ના નારા લગાવે છે. આ તહેવારમાં ઊંધિયું, જલેબી, ફાફડા અને શેરડીનું સેવન તો બધાને ખબર છે, પરંતુ એક ખાસ વસ્તુ છે જેનું સેવન ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે ખૂબ મહત્વપૂર્ણ છે – ખીચડી. ઉત્તર ભારતમાં તો આ દિવસે ખીચડી ખાવી અને દાન કરવી એ પુણ્યનું કામ માનવામાં આવે છે. ગુજરાતમાં પણ ઘણા ઘરોમાં ઘઉં, જુવાર કે બાજરીની ખીચડી બનાવીને બહેન-દીકરી કે ગરીબોને ખવડાવવામાં આવે છે. આવો જાણીએ ઉત્તરાયણની આ ખાસ વાનગીઓ અને તેની પાછળના કારણો વિશે વિગતવાર.

ઉત્તરાયણ એટલે શું અને તેનું મહત્વ

ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ. આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે દિવસ અને રાત સરખા (12-12 કલાક) હોય છે અને ત્યાર પછી દિવસ લાંબા અને રાત ટૂંકી થવા લાગે છે. આ તહેવાર કોઈ એક ધર્મ સાથે જોડાયેલો નથી, પરંતુ તેને ભારતના તમામ રાજ્યોમાં અલગ-અલગ નામે ઉજવવામાં આવે છે. જેમાં ગુજરાતમાં ઉત્તરાયણ, પંજાબમાં લોહરી, તમિલનાડુમાં પોંગલ, આસામમાં બિહુ અને ઉત્તર ભારતમાં ખીચડી કહેવામાં આવે છે.

ઉત્તરાયણ પર ખીચડી ખાવાનું વિશેષ મહત્વ

ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિને 'ખીચડી' તરીકે ઉજવવામાં આવે છે અને ખીચડી ખાવી તથા દાન કરવી એ પુણ્યનું કામ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ઘઉં, જુવાર કે બાજરીની ખીચડી બનાવીને બહેન-દીકરી કે ગરીબોને ખવડાવવાથી પુણ્ય મળે છે. ઘઉંની ઘુઘરી ગાયોને ખવડાવવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત તલ, મગફળી, ગોળ અને ચોખાના લાડુ કે ચીક્કી બનાવીને એકબીજાને ભેટ આપવામાં આવે છે. આ વાનગીઓ ઠંડીની મોસમમાં શરીરને ગરમી અને ઊર્જા આપે છે.

પતંગ ઉડાડવાની પરંપરા અને તેનો ઇતિહાસ

ગુજરાતમાં ઉત્તરાયણનો પર્યાય પતંગબાજી છે. પરંતુ પતંગ શબ્દનું મૂળ ઋગ્વેદમાં છે, જ્યાં સૂર્યને 'પતંગ' કહેવામાં આવ્યું છે. આ દિવસે વધુ સમય સૂર્ય સમક્ષ રહેવા માટે લોકો પતંગ ઉડાડે છે, જેથી નકારાત્મકતા દૂર થાય અને સકારાત્મક વિચારો આવે. પતંગ ઉડાડવાની શરૂઆત ચીનમાં 3000 વર્ષ પહેલાં થઈ હોવાનું માનવામાં આવે છે, જ્યાં તેનો ઉપયોગ યુદ્ધ અને સંદેશા મોકલવા માટે થતો હતો.

વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામે ઉજવણી

મકરસંક્રાંતિનો તહેવારમાં દેશભરમાં વિવિધ રીતે મનાવવામાં આવે છે. જેમાં કર્ણાટકમાં મકરસંક્રમણ, તમિલનાડુ અને કેરલમાં પોંગલ, પંજાબ અને હરિયાણામાં લોહરી, પશ્ચિમ બંગાળમાં પૌષી સંક્રાંતિ, ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ, ઉત્તરાખંડમાં ઉત્તરાયણી, હિમાચલ પ્રદેશમાં માઘ, આંધ્રપ્રદેશમાં પેડ્ડા પાંડુગા, ત્રિપુરામાં હંગરાય તરીકે ઉજવાય છે. આ સિવાય આસામમાં બિહૂ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી તરીકે પણ ઉજવાય છે. ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા પાંચ દિવસ સુધી વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી અનેક પતંગરસિયાઓ પણ આવે છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now