Home International This Record Will Be Created If Mamata Banerjee Becomes Cm For The Fourth Time

મમતા બેનર્જી ચોથી વાર CM બન્યા તો રચાશે આ મોટો રાજકીય રેકોર્ડ : જો કે આ વખતે ભાજપ મમતાને કાંટાની ટક્કર આપે તેવા સંકેત

મમતા બેનર્જી ચોથી વાર CM બન્યા તો રચાશે આ મોટો રાજકીય રેકોર્ડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2026, 10:04 AM IST

2026ની ચૂંટણીમાં ટીએમસી (TMC) જીતશે તો મમતા બેનર્જી સતત ચોથી વખત મુખ્યમંત્રી બનશે. તેઓ આવું કરનાર દેશના પ્રથમ મહિલા બનશે. આ પહેલા જયલલિતાના નામે 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે. પરંતુ તેઓ 1991થી 2016 સુધ સળંગ મુખ્યમંત્રી પદ પર રહ્યા નહોતા.તેઓ આ સમયગાળા દરમ્યાન અલગ-અલગ કાર્યકાળ માટે 5 વખત મુખ્યમંત્રી રહ્યા હતા. વર્ષ 2021ના પશ્ચિમ બંગાળ વિધાનસભા ઇલેક્શનના પરિણામની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ વિધાનસભાની કૂલ 294 બેઠકો છે.. જેમાંથી મમતા બેનર્જીની પાર્ટી TMCને કૂલ 213 બેઠકો મળી હતી..જ્યારે ભાજપે 77 બેઠકો જીતી હતી. અન્યના ફાળે 2 બેઠકો ગઇ હતી.

ભાજપ આ વખતે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં

ભાજપ આ વખતે સંપૂર્ણ આત્મવિશ્વાસ અને પુરી તૈયારી સાથે મેદાનમાં છે. એક સાથે અનેક રણનીતિઓ પર કામ થઇ રહ્યું છે અને જમીની સ્તર પર જે કામગીરી કરવામાં આવી રહી છે તેના પર ખુદ અમિત શાહ પોતે બારીક નજર રાખી રહ્યા છે. બીજી તરફ મમતા બેનર્જી છેલ્લા 15 વર્ષથી સત્તામાં હોવાથી તેમને એન્ટી ઇન્કમબન્સીનો પણ સામનો કરવો પડી શકે છે.. માટે એમ કહી શકાય કે આ વખતે ભાજપ મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને કાંટાની ટક્કર આપશે.

SIRને લઇને મમતા બેનર્જી આક્રમક મૂડમાં

મમતા બેનર્જીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) વિરુદ્ધ પોતાનું અભિયાન વધુ તીવ્ર બનાવ્યું છે. રસ્તાઓથી લઈને કોર્ટ સુધી, હવે તેઓ દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ દલીલ કરવા તૈયાર છે. કેન્દ્રમાં સત્તાધારી ભાજપ પર પ્રહાર કરતા, મમતા બેનર્જીએ ફરીથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. તેમણે અનિયમિતતાઓ, વહીવટી ખામીઓ અને લોકોના મતાધિકારથી વંચિત રહેવાની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળના લોકોને ખાતરી આપી છે કે તેઓ દરેક કદમ પર તેમની સાથે ઉભા રહેશે અને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ આગળ ધપાવશે, મમતા બેનર્જીએ SIR વિરુદ્ધ દલીલ કરતા કહ્યું, "SIR લાગુ થયા પછી ઘણા લોકો ડરથી મરી ગયા છે... ઘણાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે... બંગાળી ભાષી લોકો જ્યારે અન્ય રાજ્યોમાં કામ પર જાય છે ત્યારે ભેદભાવનો સામનો કરે છે... હું કહેવા માંગુ છું, જો તમે ઇચ્છો તો મને મારી નાખો, પણ હું મારી માતૃભાષા છોડીશ નહીં."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now