Home Agriculture This Crop Grown On The Top Of The Himalayas Will Make Farmers Rich

હિમાલયની ટોચ પર થતો આ પાક ખેડૂતોને કરશે માલામાલ! : યોગ્ય માહિતી અને માર્ગદર્શન સાથે કરો ખેતી, છલકાશે તિજોરી!

હિમાલયની ટોચ પર થતો આ પાક ખેડૂતોને કરશે માલામાલ!
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 12:30 AM IST

Jatamansi farming: ખેતી એક એવો વિષય છે જેમાં સમયની સાથે બદલાવ જરૂરી છે. કેટલાક એવા પાક છે જેની ખેતી અંગે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ જો તેની ખેતી કરવામાં આવે તો ખેડૂતો માલામાલ થઈ શકે છે..આ વો જ એક પાકે છે વેલેરિયન. જટામાંસીના નામે ઓળખાતા ઔષધીય વનસ્પતિ હિમાલયના પહાડી વિસ્તારમાં થાય છે. તેની જડીબૂટી આયુર્વેદ, અરોમાથેરાપી અને ફાર્મા ઉદ્યોગમાં ખૂબ જ માગ હોય છે. ગુજરાતના ડાંગ, સપુતારા, વલસાડના ઉચ્ચ વરસાદી વિસ્તાર અથવા પોલીહાઉસમાં તેની ખેતી શક્ય છે.

કેવી રીતે થાય છે ખેતી?

હ્યુમસયુક્ત, ભેજવાળી, સારી ડ્રેનેજવાળી અને pH 5.7થી 7.0 સુધીની જમીનમાં આ ખેતી થાય છે. 20થી 30 સેન્ટીમીટરના અંતરે છોડ રોપવામાં આવે તો એક એકરમાં 10 હજારથી 15 હજાર છોડ વાવી શકાય છે. જૂનથી જુલાઈના સમયગાળામાં તેની વાવણી થાય છે અને વાવેતરના 3થી 4 વર્ષ બાદ જાન્યુઆરીથી માર્ચ મહિનાની વચ્ચે તેની કાપણી થાય છે.

પ્રથમ 3 વર્ષમાં કેટલો થાય છે ખર્ચ?

જટામાંસીની ખેતીમાં છોડ માટે 80 હજારથી દોઢ લાખ સુધીનો ખર્ચ થાય છે. જ્યારે ખાતર, સિંચાઈ, મજૂરી, દવા માટે 50થી 80 હજારનો ખર્ચ થાય છે. આમ પ્રથમ વર્ષમાં દોઢથી અઢી લાખના ખર્ચે એક એકરમાં ખેતી થાય છે.

એક એકરમાં કેટલી આવક થાય છે?

વાવેતરના ત્રીજા વર્ષથી એક એકરમાં 300થી 500 કિલો ગ્રામ સૂકા મૂળનું ઉત્પાદન મળે છે.. જેના બજરામાં એક કિલોના 1200થી 2500 રૂપિયા સરેરાશ ભાવ મળી રહે છે.. જેથી એક એકરમાં ત્રીજા વર્ષથી 4થી 10 લાખની આવક થાય છે. જેમાં ખર્ચ બાદ કર્યા બાદ 2થી 7 લાખ સુધીનો ચોખ્ખો નફો મળી શકે છે.

જટામાંસીના ઉપયોગ

જટામાંસી નર્વસ સિસ્ટમ માટે ઉત્તમ છે. સાથે જ નિંદ્રા, એંગ્ઝાયટી, એપીલેપ્સી, તણાવ, માથાનો દુખાવો પણ દૂર કરે છે. આયુર્વેદમાં બાળ વિકાસ, વાળ વૃદ્ધિ, ત્વચા રોગ, ઇતર તેલમાં વપરાય છે. એન્ટી-ઇન્ફ્લેમેટરી અને સેડેટિવ જેવા ગુણો તેને વધુ ખાસ બનાવે છે. આ ખેતીમાં ઉચ્ચ માંગ અને નફો હોવા છતાં પ્રારંભિક રોકાણ અને ધીરજ જરૂરી છે. સહાય, બીજની ગુણવત્તા અને ઓર્ગેનિક ખેતીથી સારું વળતર મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
રણ જેવી જમીનમાં પણ બમ્પર ઉપજ
ગણોત ધારા હેઠળ જમીન ખરીદવાની મુદતમાં એક વર્ષનો વધારો!
મગફળીના પાકમાં જીવાત અને રોગ નિયંત્રણ માટે સરકારની  માર્ગદર્શિકા જાહેર
ખેડૂતો માટે સોનાની ખાણ!
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી