Home Gujarat Thieves Strike At Hotel Near Chiloda Circle

ચિલોડા સર્કલ પાસે હોટલમાં ચોરો ત્રાટક્યા : ચોરોએ પંચધાતુની મૂર્તિ ઉઠાવી અને કલાકાર હકાભા ગઢવી જાગ્યા, મૂર્તિ મુકી નાસ્યા, CCTVમાં ઘટના કેદ

ચિલોડા સર્કલ પાસે હોટલમાં ચોરો ત્રાટક્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 04:59 AM IST

ગાંધીનગરના ચિલોડા સર્કલ પાસે આવેલી હોટલ લેન્ડમાર્ક અને લોર્ડ્સ ઇનમાં રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા હતાં. ઘટનાના સમયે હકાભા ગઢવી અને દેવ પગલી નામના જાણીતા કલાકાર આ હોટલમાં રોકાયેલા હતા. જેમના કારણે હોટલમાં ચોરી થતા અટકી ગઈ હતી.

ગણપતિની મૂર્તિની ચોરી કરવા જતા...

પાપ્ત માહિતી મુજબ ચોરોએ પહેલા હોટલમાંથી ગણપતિની પંચધાતુની મૂર્તિ ઉઠાવી લીધી હતી. પરંતુ તેઓ બીજુ કંઈ ચોરવાની તૈયારીમાં હતા, તે દરમિયાન હકાભા ગઢવી પોતાના રૂમમાંથી બહાર આવ્યા, જેના કારણે ચોરો ગભરાઈને ભાગી ગયા હતા. ભાગતાં ભાગતાં ચોરોએ ગણપતિની મૂર્તિ પણ મૂકી દીધી અને સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા. બાદમાં હકાભા ગઢવીએ મળેલી ગણપતિની મૂર્તિનો ફરીથી વિધિવત સ્થાપન વિધિ પણ કરી હતી.

સમગ્ર ઘટનાના CCTV થયા વાયરલ

આ અચાનક બનેલી ઘટનાએ હોટલ સ્ટાફ અને મહેમાનોમાં દહેશત ફેલાઈ હતી. હોટલ મેનેજમેન્ટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી હતી, સાથો સાથ હકાભા ગઢવી અને દેવ પગલીનો આભાર માન્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now