Home Business These Rules Related To Money Have Changed Even Before The Announcement Budget 2025

તમારા ખિસ્સા પર કેટલો પડશે બોજ? : બજેટ 2025ની જાહેરાત પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ મહત્વપૂર્ણ નિયમો

તમારા ખિસ્સા પર કેટલો પડશે બોજ?
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2025, 05:04 AM IST

Rules Changing from Today: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે, ત્યારે તેઓ મધ્યમ વર્ગની અપેક્ષાઓને ધ્યાનમાં રાખશે. બજેટની જાહેરાત સાથે કેટલાક કર વધશે અથવા ઘટશે. કેટલાકના ભાવ વધશે અને કેટલાકના ભાવ ઘટશે. પરંતુ ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે તમારા પૈસા સંબંધિત ઘણા ફેરફારો થવાના છે. આજથી એટલે કે 1 ફેબ્રુઆરીથી તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ બદલાઈ રહી છે.

UPI પેમેન્ટ સાથે જોડાયેલો નિયમ બદલાશે
UPI દ્વારા ચુકવણી કરનારાઓ માટે આજથી નિયમો બદલાઈ ગયા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર જો તમારા UPI ટ્રાન્ઝેક્શન ID માં ખાસ સ્પેશિયલ કરેક્ટર હશે, તો તે ID કામ કરશે નહીં. આનો અર્થ એ થયો કે 1 ફેબ્રુઆરીથી, જો UPI ID માં @, #, !, % જેવા અક્ષરો હશે, તો ID કામ કરશે નહીં. આજથી ફક્ત આલ્ફા-ન્યુમેરિક ટ્રાન્ઝેક્શન ID માન્ય રહેશે.

બદલાઈ જશે બેંકિંગ સંબંધિત નિયમ
આજથી બેંકિંગ સંબંધિત નિયમો પણ બદલાઈ ગયા છે. કોટક મહિન્દ્રા સહિત કેટલીક બેંકોની સેવાઓ અને ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 1 ફેબ્રુઆરી, 2025 થી ATM ટ્રાન્જેક્શન માટેની ફ્રી મર્યાદા ઘટાડવામાં આવી છે. જ્યારે, અન્ય બેંકિંગ સેવાઓ માટેના ચાર્જમાં વધારો થયો છે.

GSTનો આ નિયમ બદલાયો -
1 ફેબ્રુઆરીથી જીએસટી સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થયા છે. નવા નિયમ હેઠળ જે GST કરદાતાઓનું કુલ વાર્ષિક ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી વધુ છે, તેમના માટે ઈ-વે બિલ અને ઈ-ઈનવોઈસ સિસ્ટમના અપગ્રેડેડ વર્ઝનનો ઉપયોગ કરતી વખતે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે.

ગેસ સિલિન્ડરના ભાવે આપ્યો આંચકો-
1 ફેબ્રુઆરીએ વહેલી સવારે ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો. આજથી 19 કિલોગ્રામનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થઈ ગયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તેમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

કાર ખરીદવી થઈ ગઈ મોંઘી
આજથી વાહનોના ભાવમાં વધારો થયો છે. દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ 1 ફેબ્રુઆરીથી તેના વિવિધ મોડેલોના ભાવમાં 32,500 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. કંપનીએ વધતા ખર્ચને કારણે આ નિર્ણય લીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now