Home Business These 5 Changes Will Be Related To Upi And Cylinder Prices Know How It Will Affect The Pockets Of Common People

સામાન્ય માણસ સાથે જોડાયેલા સમાચાર : UPIથી લઈને ગેસ સિલિન્ડરની કિંમત સુધીના આ 5 ફેરફાર! જાણો 1 માર્ચથી લોકોના ખિસ્સા પર શું થશે અસર?

સામાન્ય માણસ સાથે જોડાયેલા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2025, 04:44 AM IST

New Rules From March 2025: માર્ચ મહિનો શરૂ થવાનો છે અને આ પહેલા સામાન્ય માણસ સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને આર્થિક પરિસ્થિતિ 1 માર્ચ, 2025 થી બદલાઈ શકે છે. ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા UPI અને સિલિન્ડરની કિંમત સંબંધિત ફેરફારો થઈ શકે છે. ચાલો 1 માર્ચ, 2025 થી થઈ રહેલા 5 મોટા ફેરફારો વિશે જાણીએ.

UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો ફેરફાર
1 માર્ચ, 2025 થી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) માં વ્યવહારો સંબંધિત મોટો ફેરફાર થશે. વાસ્તવમાં ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)ના નવા નિયમો અનુસાર યુઝર્સ માટે UPI દ્વારા ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવાનું સરળ બનશે.

ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit)

માર્ચથી ફિક્સ ડિપોઝિટ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. નવા નિયમોને કારણે FD રોકાણકારોના વળતર પર અસર થઈ શકે છે. એટલું જ નહીં, ઉપાડની પદ્ધતિઓ અને ટેક્સ સંબંધિત ફેરફારો પણ થઈ શકે છે.

CNG-PNG અને ATFની કિંમત
સીએનજી, પીએનજી અને એટીએફના ભાવ દર મહિનાની શરૂઆતમાં સુધારવામાં આવે છે. આ પછી નવા દર જાહેર કરવામાં આવે છે. ઓઇલ કંપનીઓ મહિનાની શરૂઆતમાં એર ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના દરોમાં સુધારો કરે છે. આ સિવાય સીએનજી-પીએનજીના દરોમાં પણ ફેરફાર કરવામાં આવે છે અને ત્યારબાદ કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે.

FDના વ્યાજ દરોમાં ફેરફાર (Fixed Deposit Rate)
ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં બેન્ક માર્ચમાં ફેરફાર કરી શકે છે. રિવિઝન દરમિયાન વ્યાજ દરો વધારી કે ઘટાડી શકાય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 5 વર્ષ કે તેથી ઓછી મુદતની ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરોમાં ફેરફાર થઈ શકે છે.

એલપીજી સિલિન્ડરનો દર
તેલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં એલપીજીના ભાવમાં સુધારો કરે છે. 1 માર્ચ, 2025ના રોજ ઓઈલ કંપની દ્વારા એલપીજીના દરોમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. એવામાં નવા ભાવ જાહેર કરવામાં આવી શકે છે જે ફેરફારો સાથે અથવા વગર હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now