Home Automobile These 3 New Cars From Maruti To Tata Will Be Launched

Maruti થી લઈને Tata સુધીની આ નવી 3 કાર થશે લોન્ચ : જાણો કારના ફીચર્સ અને કિંમત

Maruti થી લઈને Tata સુધીની આ નવી 3 કાર થશે લોન્ચ
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 08:27 AM IST

These cars from Maruti to Tata: 2025 ભારતીય ઓટોમોબાઈલ બજારમાં વધુ ખાસ છે. સપ્ટેમ્બર મહિનામાં આ બે કંપનીઓ તેમના 3 નવા વાહનો લોન્ચ થવાની તૈયારીમાં છે. આમાં મારુતિ ની બે કાર અને અને ટાટાની એક કારનો સમાવેશ થાય છે. આ બધી કાર પોતપોતાના સેગમેન્ટમાં ગ્રાહકોને નવી ટેકનોલોજી, શાનદાર ફીચર્સ અને બજેટ-ફ્રેન્ડલી વિકલ્પો પ્રદાન કરવા જઈ રહી છે.

Maruti Suzuki Escudoમારુતિ સુઝુકી સપ્ટેમ્બર 2025 માં Escudo લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ SUV Brezza અને Grand Vitara વચ્ચે સ્થિત હશે અને ARENA ડીલરશીપ દ્વારા ઉપલબ્ધ થશે. Escudo Global-C આર્કિટેક્ચર પર બનેલ છે અને તેમાં પેટ્રોલ, CNG અને હાઇબ્રિડ પાવરટ્રેનના ઓપ્શન મળશે. તેના હાઇબ્રિડ વેરિઅન્ટમાં Toyota નું 1.5-લિટર 3-સિલિન્ડર એન્જિન મળશે, જે 116bhp પાવર અને 141Nm ટોર્ક જનરેટ કરશે. તેમાં લેવલ-2 ADAS, Dolby Atmos ઓડિયો સિસ્ટમ, પાવર્ડ ટેલગેટ અને 10.25 ઇંચની ટચસ્ક્રીન જેવા ફીચર્સ હશે. તેની કિંમત 9.80 લાખ રૂપિયાથી 18 લાખ રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે.

Tata Punch Faceliftટાટા મોટર્સની સૌથી લોકપ્રિય કોમ્પેક્ટ SUV Punch નું ફેસલિફ્ટ વર્ઝન પણ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025 ની વચ્ચે લોન્ચ થવાનું છે. આ વખતે પંચની ડિઝાઇન અને ઇન્ટિરિયર બંનેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી પંચ ફેસલિફ્ટમાં અપડેટેડ હેડલેમ્પ્સ, નવી ફ્રન્ટ ગ્રિલ અને નવા એલોય વ્હીલ્સ મળશે. ઇન્ટિરિયરમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને છ એરબેગ્સ જેવી અદ્યતન સલામતીના ફીચર્સ મળશે. તેનું એન્જિન વર્તમાન મોડલ જેવું જ રહેશે, જેમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન હશે, જે 86bhp પાવર અને 113Nm ટોર્ક આપે છે. પંચ ફેસલિફ્ટ CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ હશે. કિંમતની વાત કરીએ તો, તેને 6 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરી શકે છે.

Maruti e-Vitaraમારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક SUV e Vitara પણ સપ્ટેમ્બર 2025 માં લોન્ચ થવાની તૈયારીમાં છે. આ કાર e-HEARTECT પ્લેટફોર્મ પર આધારિત છે, જે Toyota સાથે મળીને બનાવવામાં આવી છે. તેમાં બે બેટરી વિકલ્પો હશે - 49kWh અને 61kWh. e Vitara નું ટોપ વેરિઅન્ટ લગભગ 174bhp પાવર અને 500 કિમીની રેન્જ આપશે. ડિઝાઇનની વાત કરીએ તો, તેમાં Y-આકારના DRL, LED હેડલેમ્પ્સ, 18-19 ઇંચના એલોય વ્હીલ્સ અને કનેક્ટેડ LED ટેલલેમ્પ્સ જેવા ફીચર્સ હશે. ઇન્ટિરિયરમાં લેવલ-2 નું ADAS, 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા અને વેન્ટિલેટેડ સીટ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ હશે. તેની કિંમત 17 રૂપિયાથી 22.50 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now