Home Business The Years First Big Sale Is Here With Bumper Discounts On Iphones

કમાલ સેલ મચાવશે ધમાલ : આવી ગયો વર્ષનો પહેલો મોટો સેલ, IPhone પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

કમાલ સેલ મચાવશે ધમાલ
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2025, 04:56 PM IST

વર્ષનો સૌથી પહેલો મોટો સેલ આવી ગયો છે. યૂઝર્સ જેની રાહ જોતા હોય છે તે એમેઝોનનો ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ આવી ગયો છે. જેમાં iPhone અડધી કિંમતમાં મળી રહ્યા છે. એમેઝોન ઉત્તરાયણ અને સ્વતંત્રતા દિવસની ભેટ એડવાન્સમાં આપી રહ્યું છે. એમેઝોનના રિપબ્લિક ડે સેલની ડેટની જાહેરાત થઈ ચુકી છે. વર્ષનો પહેલો સેલ 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે.

એમેઝોન ઈન્ડિયાના અપકમિંગ સેલના અનેક ટીઝર સામે આવ્યા છે. એમાં કંપનીએ અનેક ઓફરની જાહેરાત પણ કરી છે.એમેઝોન ઈન્ડિયા પર એક બેનર લિસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં આઈફોન 15 પર મળનારા ડિસ્કાઉન્ટ વિશે જણાવવામાં આવ્યું છે. આ ફોન પર લગભગ 15 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે લગભગ અડધી કિંમતમાં તમે આઈફોન ખરીદી શકશો.

આઈફોન 15 વર્ષ 2023માં લોન્ચ થયો હતો. ત્યારે તેની કિંમત 79 હજાર 900 રૂપિયામાં લોન્ચ થયો હતો. આઈફોન 16ના લોન્ચ થયા બાદ તેની કિંમતમાં 10 હજાર રૂપિયાનો કાપ મુકવામાં આવ્યો હતો.અને હવે તેની કિંમત પર 40 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. લોકો તેનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર છે. બસ સેલ શરૂ થાય તેની જ રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now