Home Gujarat The Real Reason For The Herders Agitation

પશુપાલકો કેમ ઉગ્ર બન્યા? : સાબર ડેરીએ નિયત સમયમાં ભાવફેરની રકમ નહિ ચૂકવી, પથ્થરમારા બાદ પોલીસનું કોમ્બિંગ, અનેકની અટકાયત

પશુપાલકો કેમ ઉગ્ર બન્યા?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 10:48 AM IST

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો સીધી રીતે સાબર ડેરી સાથે સંકળાયેલા છે સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેરની રકમ ચૂકવવામાં આવતી હોય છે જોકે સામાન્ય રીતે પશુપાલકોને જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાવ ફેરની રકમ ચૂકી દેવામાં આવતી હોય છે પરંતુ આ રકમ ચૂકવવામાં વિલંબ થતા પશુપાલકો અને તેઓના આગેવાનો દ્વારા રેલી યોજી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ સાબર ડેરી દ્વારા પશુપાલકોને રકમ ચૂકવવામાં આવી હતી પરંતુ ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે પશુપાલકોને રકમ ઓછી ચૂકવાઇ હોવાના આક્ષેપ સાથે પશુપાલકો મોટી સંખ્યામાં સાબર ડેરી ખાતે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.



પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ



બંદોબસ્તમાં અગાઉથીજ તૈનાત પોલીસ દ્વારા ઉગ્ર થયેલ ટોળા ને સમજાવવાની કોશિશ કરી હતી. દરમ્યાન કેટલાક ઉગ્ર થયેલા લોકોએ વોટર કેનન વેન પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખતા પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. પ્રથમ હળવો લાઠીચાર્જ કર્યો અને ત્યાર બાદ ટીયરગેસ ના શેલ છોડ્યા હતા, પોલીસ દ્વારા 50 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી. 50 ઉપરાંત ટીયર ગેસ છોડી સ્થિતિ કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરાયો. પથ્થરમારો અને ઘર્ષણ કરનાર તોફાનીઓ ને શોધી કાઢવા માટે પોલીસની સંખ્યાબંધ ટીમોએ સાબર ડેરી આસપાસ કોમ્બિંગ હાથ ધર્યું હતું

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now