ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે 100ને પાર થઇ ગયો છે. 27 મી મેના સાંજ સુધી રાજ્યમાં કોરોનાના કેસના 130ને પાર કરી ગયો છે. રાહતની વાત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ઉપરાંત કેટલાક દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મોટા સિટીમાં કોવીડના અલગ વોર્ડ પણ ઉભા કરી દેવામાં આવ્યા છે. આ સાથે રાજ્ય સરકાર પણ સર્તક છે.
અમદાવાદમાં 17 નવા કેસ નોંધાયા
અમદાવાદમાં છેલ્લી 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 76 એક્ટિવ કેસ છે. આ પૈકી બે દર્દીઓ જ એવા છે જે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બેમાંથી એક દર્દી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં છે. અન્ય એક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 67 વર્ષીય મહિલા દર્દીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને સિવિલમાં દાખલ કરાયા છે. હાયપર ટેન્શન, હૃદયની સમસ્યા ધરાવતી આ મહિલાનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે.
ડ્રગ્સ તસ્કરી પર ATSનો મોટો પ્રહાર: 5 કિલો મેથામ્ફેટામાઈન સાથે બે તસ્કરો ઝડપાયા, જાણો કેવી રીતે થયો પર્દાફાશ






