Home Gujarat The Final Voter List Will Be Announced Today

આજે ફાઈનલ મતદારયાદી જાહેર થશે! : હવે શરૂ થશે ચૂંટણીનો ધમધમાટ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એપ્રિલ-મેમાં એંધાણ

આજે ફાઈનલ મતદારયાદી જાહેર થશે!
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 05:57 AM IST

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાઈ શકે તેવી સંભાવનાઓ તેજ બની છે. આજે ફાઈનલ મતદાર યાદી જાહેર થતાં જ ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને રાજકીય પક્ષોમાં ચહલપહલ વધી ગઈ છે. વહીવટી તંત્રએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના પગલે વિવિધ રાજકીય પક્ષોએ બેઠકોનો દોર પણ શરૂ કર્યો છે.

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન

આ વખત રાજ્યમાં નવમી વખત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હાથ ધરાઈ હતી. નોંધનીય છે કે છેલ્લી વખત આવી વ્યાપક પ્રક્રિયા વર્ષ 2004માં યોજાઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન રાજ્યભરમાંથી કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયાં છે, જે મતદાર યાદીમાં સુધારા અને નવા નોંધાણીઓ માટે મહત્વપૂર્ણ ગણાય છે. જેમાંથી ફોર્મ નં. 6 હેઠળ નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે 7,25,920 અરજીઓ મળી છે. યુવા મતદારો અને નવા રહેવાસીઓ દ્વારા મોટી સંખ્યામાં નોંધણી કરાવાતા આવનારી ચૂંટણીમાં મતદારોની સંખ્યા વધવાની શક્યતા છે. તંત્ર દ્વારા તમામ અરજીઓની ચકાસણી કરીને ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.

કોર્પોરેશનના હોદેદારોની ટર્મ 9 માર્ચના રોજ પૂર્ણ થશે

ચૂંટણીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર થવાનો છે. કોર્પોરેશનના હોદેદારોની ટર્મ 9 માર્ચના રોજ પૂર્ણ થશે. તેના બાદ 10 માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારોનું શાસન અમલી બનશે. એટલે કે, ચૂંટણી સુધી વહીવટી તંત્ર સીધી જવાબદારી સંભાળશે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એપ્રિલ-મેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની સંભાવના મજબૂત બની રહી છે. હવે તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી, વ્યૂહરચના અને પ્રચારની તૈયારીમાં લાગી ગયા છે, જેના કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now