Home Gujarat The Expansion Joint Of The Income Tax Bridge Has Opened

સુભાષબ્રિજ બાદ અમદાવાદના વધુ એક બ્રિજની દશા બેઠી : ખુલી ગયા બે જોઈન્ટ વચ્ચેના 'પાંખિયા', ઉપરથી નીચે સુધી આખો બ્રિજ આરપાર...

સુભાષબ્રિજ બાદ અમદાવાદના વધુ એક બ્રિજની દશા બેઠી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 07:46 AM IST

Ahmedabad Income Tax Bridge : અમદાવાદમાં સુભાષબ્રિજ બાદ હવે ઈન્કમટેક્સ બ્રિજ પણ ચર્ચાનો વિષય બન્યો છે. આશરે 6 વર્ષ પહેલાં બનાવાયેલા ઈન્કમટેક્સ બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ અચાનક ખુલી જતા વાહનચાલકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. હાલ બ્રિજ પર જોઈન્ટ એવી સ્થિતિમાં ખુલ્લા થયા છે કે, નીચેમાંથી પસાર થતા વાહનચાલકો સુધી દેખાઈ શકે છે, જે બ્રિજની મજબૂતી અને સુરક્ષા પર ગંભીર સવાલ ઊભા કરે છે.

બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ ખુલ્લા!

એક્સપાન્શન જોઈન્ટ ખુલ્લા થઈ જતા બ્રિજ પરથી પસાર થતા વાહનોને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને વાહનના ટાયર પંચર થવાની ભીતિ સેવાઈ રહી છે. રોજબરોજ મોટી સંખ્યામાં વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોવાથી કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઉભી થઈ છે.

'બ્રિજની મરામતનું કામ વહેલી તકે પૂર્ણ કરાશે'

આ મામલે મ્યુનિસિપલ બ્રિજ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, ઈન્કમટેક્સ બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ ખરેખર ખુલી ગયા છે. આ ખામીની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે આસિસ્ટન્ટ ઈજનેરની ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે અને ઝડપથી રિપેરિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારીઓએ ખાતરી આપી છે કે, વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને બ્રિજની મરામતનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now