Home Agriculture The Cultivation Of This Perennial Crop Is Very Special See How Farmers Can Become Wealthy

આ બહુવર્ષીય પાકની ખેતી છે ખૂબ ખાસ : 6થી 15 લાખની આવક આપતા આ પાકની ખેતી તમે કરી છે કે નહીં, જુઓ કેવી રીતે ખેડૂતો થઈ શકે છે માલામાલ?

આ બહુવર્ષીય પાકની ખેતી છે ખૂબ ખાસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2026, 06:37 AM IST

Pyrethrum cultivation: પાયરેથ્રમ એક બહુવર્ષીય ફૂલવાળો પાક છે જેના સૂકા ફૂલોમાંથી કુદરતી પાયરેથ્રિન કાઢવામાં આવે છે. આ પાયરેથ્રિન પર્યાવરણને અનુકૂળ, ઓછા ઝેરીલા ઇન્સેક્ટિસાઇડ તરીકે વપરાય છે. ઘરગથ્થુ જંતુનાશકો, કૃષિ સ્પ્રે, મચ્છરદાણી, પશુઓના પરોપજીવી નિયંત્રણ અને ઓર્ગેનિક ખેતીમાં મુખ્ય ઉપયોગ થાય છે. ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર અને તમિલનાડુના ઉચ્ચ વિસ્તારોમાં તેની ખેતી થાય છે. ગુજરાતના ઠંડા-ઉચ્ચ વિસ્તારોમાં પણ પોલીહાઉસ અથવા યોગ્ય આબોહવામાં શક્ય છે.

કેવી રીતે થાય છે આ ખાસ ખેતી?

ઠંડી આબોહવા, સારી ડ્રેનેજવાળી જમીન જરૂર હોય છે. રોપણી રાઇઝોમ અથવા સીડ્સથી 30-45 સેન્ટી મીટરના અંતરે કરવામાં આવે છે.. વાવણીના પ્રથમ વર્ષે ઓછી ઉપજ મળે છે. પરંતુ બીજા અને ચોથા વર્ષે સારું ઉત્પાદન મળી શકે છે..

ખેતીમાં ખર્ચ અને આવક

પાયરેથ્રમની એક એકરમાં ખેતી કરવામાં રોકાણ, રોપા, ખાતર સહિત કુલ 80 હજારથી દોઢ લાખ સુધીનો ખર્ચ આવે છે.. જ્યારે એક એકરમાં 300થી 600 કિલો સુધી સૂકા ફૂલનું ઉત્પાદન મળી શકે છે.. બજારમાં ફૂલના એક કિલોના 1500થી 3 હજાર સુધીના ભાવ હોય છે..જેથી વાવણીના ત્રીજા અને ચોથા વર્ષમાં એક એકરમાં 6થી 15 લાખ સુધીની આવક મેળવી શકાય છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને ઓર્ગેનિક ખેતી હજુ નફો વધારી શકે છે.. ઉચ્ચ માગ ધરાવતા પાયરેથ્રમની ખેતીમાં ધીરજ અને રોકાણ બંનેની જરૂર પડે છે..પછી તમને તગડી આવક આપી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now