Home Sports The Complete Abcd Of Champions Trophy When Where And How Can You Watch All The Matches Of The Tournament

જાણો! ચેમ્પિયન્સ ટ્રોફીની પુરેપુરી ABCD! : ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો આ ટૂર્નામેન્ટની તમામ મેચ? પ્રશંસકોને બખ્ખાં!

જાણો! ચેમ્પિયન્સ ટ્રોફીની પુરેપુરી ABCD!
Published by: OBS Bureau
Last Updated: Feb 15, 2025, 01:59 PM IST

campions Trophy 2025: પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ પહેલા આ મેગા ઈવેન્ટમાં ભાગ લઈ રહેલી આઠ ટીમોમાંથી માત્ર પાંચ ટીમો જ પ્રેક્ટિસ મેચ રમશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ એવી પાંચ ટીમો છે જે પ્રેક્ટિસ મેચમાં ભાગ લેશે.

ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે જ્યારે ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે.

આ સમગ્ર ટુર્નામેન્ટ 16 ફીડ્સમાં લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે, જે એક નવો રેકોર્ડ છે. તેમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, હરિયાણવી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી વિવિધ ભાષાઓનો સમાવેશ થાય છે. ટીવી પર ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ 18 ચેનલો પર હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં મેચનો આનંદ માણી શકશે.

ટુર્નામેન્ટની તમામ મેચો બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now