Home Gujarat The Biggest Case Of Digital Arrest In The Country

દેશમાં ડિજિટલ એરેસ્ટનો સૌથી મોટો કેસ : મહિલા તબીબ પાસેથી આરોપીએ 19.24 કરોડ રૂપિયા પડાવ્યા

દેશમાં ડિજિટલ એરેસ્ટનો સૌથી મોટો કેસ
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 11:59 AM IST

સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમના અનેક ગુનાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. તેમાં ડિજિટલ એરેસ્ટ અંગેના ગુનાઓનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટનો બનાવ ગાંધીનગરમાં સામે આવ્યો છે. આરોપીઓએ વૃદ્ધ મહિલા તબીબ પાસેથી 19.25 કરોડ પડાવ્યા છે. આ કેસમાં CID સાયબર સેલે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

19 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા

મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં એક વૃદ્ધ મહિલા ડોક્ટરને ઈન્ટરનેશનલ અને ભારતની ગેંગ દ્વારા ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરાઈ હતી. વિવિધ એક્ટ હેઠળ ઉઠાવી લેવાશે તેવી ધમકી આપતા હતા.આરોપીઓએ MURLIDHAR MANUFACTURING નામના IndusInd Bank ખાતામાં 19.24 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

ડિજિટલ એરેસ્ટનો સૌથી મોટો કેસ

પોલીસે આ કેસમાં સુરતના આરોપી લાલજી બલદાણીયાની ધરપકડ કરી છે. આરોપીઓએ મહિલા પાસે જુદા જુદા રાજ્યોના બેંક એકાઉન્ટમાં પૈસા ટાન્સફર કરાવ્યા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં ડિજિટલ એરેસ્ટનો આ સૌથી મોટો કેસ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now